‘હરહર મહાદેવ,ગાયત્રી મંત્ર નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું.’એકાદ હજાર ઉપરાંત ભુદેવ જનોએ મહાપ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
આમોદ્રા ખાતે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર આશ્રમ ખાતે ઉના તાલુકા સમસ્તબ્રહ્મ સમાજનાં નેજા હેઠળ તેમજ ખોડિયાર આશ્રમનાં બ્રહ્મલીન,બ્રહ્મપ્રેમી સંત શ્રી ભોલાગીરી મહારાજની નિશ્રામાં તાલુકાભરનાં હજારો ભુદેવ જનોની ઉપસ્થિતિમાં શ્રાવણી પર્વ(બલેવ)નિમિતે નૂતન યજ્ઞોપવિત ધારણ વિધિ કાર્યક્રમ વેદોક્ત પરંપરા મુજબ વિદ્વાન શાસ્ત્રીઓ રમેશભાઈ દીક્ષિત, ચૈતન્ય જાની દ્વારા સંપન્ન કરાવવામાં આવેલ. છેલ્લા 23વર્ષની પરંપરા અનુસાર ખોડિયાર આશ્રમનાં મુક સેવક હસુદાદાનાં માર્ગદર્શન અને સંપૂર્ણ સહયોગથી યોજાતા આ કાર્યક્રમમાં આમોદ્રા ગામનાં સેવાભાવી યુવાનો અને ખોડિયાર આશ્રમ સેવક મંડળની અથાક મહેનત અને પરિશ્રમની બ્રહ્મ સમાજ દ્વારા સરાહના થતી રહે છે.