ઊનાના દેલવાડા ગામમાં અંજાર જાપા પાસે આવેલ બે આંગણવાડીની સામેજ ગટર પસાર થાય છે. નજીકમાં મુખ્ય રસ્તો આવેલો છે.
ત્યાં રસ્તાની તદન નજીક ખુલ્લી ગટરના કારણે ત્યાથી પસાર થતાં બાળકો તેમજ વાહન ચાલકોને અકસ્માતની ભીતી સેવાય રહી છે.
છેલ્લા ઘણા સમયથી આ ગટર ખુલ્લી હોય તંત્ર દ્રારા અહી અકસ્માતની રાહ જોઇ બેઠુ છેકે શું તેવા અનેક સવાલો ગામજનોમાં ઉઠી
રહ્યા છે. જેથી તંત્ર દ્રારા તાત્કાલીક આ ખુલ્લી ગટરના પાઇપ ફીટ કરી બુરવામાં આવે તેવી સ્થાનિકો લોકોની માંગણી ઉઠવા પામેલ
છે.
દેલવાડા ગામે રહેતા યોગેશભાઇ સોલંકી એ જણાવેલ કે દેલવાડા ગામમાં અંજાર જાપા પાસે બે આંગણવાડી આવેલ તેની સામે ખુલ્લી
ગટર હોવાના કારણે બાળકો તેમજ ત્યાથી પસાર થતા લોકોને અકસ્માતનો ભય રહે છે. આ ખુલ્લી ગટરને ઢાંકવા માટે પાઇપ પણ
ત્યા હોવા છતાં ખાડો બુરવામાં આવ્યો નથી. આથી ખુલ્લા ગટરના ખાડામાં પાઇપ નાખી બુરવામાં આવે અને નદી પાસે બનતા
પુલની નજીક પણ બીજો ખાડા છે તે પણ ખુલ્લો હોય તંત્ર અકસ્માત થવાની રાહ જોઇ રહ્યુ હોય તેવું મને લાગી રહ્યુ છે. અગાઉ આ
ખુલ્લા ખાડામાં વૃધ્ધ પડી ગયા હતા. તેમને મહામુસીબતે બહાર કાઢી જીવ બચાવવામાં આવ્યો હતો. આ ખાડામાં કોઇનો જીવ જશે
ત્યારે તંત્ર જાગશે કે શું ?


