ઊના – બિપોરજોય વાવાજોડું દરમિયાન ઉનાના એ.માંડવી અને ઘોઘલા બીચ પર એક દરિયાઈ કાચબો અચાનક દરીયાના કાંઠે
આવતા મચ્છી પકડવાની જાળમાં ફસાયેલ ગયેલ હાલતમાં જોવા મળતા ત્યાં ફરજ પરના જી.આર.ડી. સભ્યો દ્રારા ફસાય ગયેલ
કાચબાને ભારે જહેમત બાદ જાળ માંથી બહાર કાઢી દરીયામાં મુક્ત કરવામાં આવ્યો હતો.
એ.માંડવી ઘોઘલા બીચ પર જીઆરડી સભ્યો ફરજ દરમ્યાન દરીયા કાંઠે કાચબો જાળ ફસાય ગયેલ હાલતમાં હોય અને બાચબો
જાળમાંથી બહાર નિકળવાની કોશીષ કરવા છતાં બહાર નિકળી શક્યો ન હતો. આ સમયે ત્યાં ફરજ પરના જી.આર.ડી. સભ્યો
પ્રતાપભાઈ બાંભણીયા, કેતનભાઈ ચાવડા, તેજાભાઈ, વિપુલભાઈ ચૌહાણ તેમજ વિનોદભાઈ આ તમામ સભ્યોએ તાત્કાલીક
દરીયાઇ કાંચબોની ફરતે વિટળાઇ ગયેલ જાળને કાપી મહામુસીબતે સલામત બહાર કાઢવામાં આવેલ બાદમાં ડો.દાફડાને જાણ કરતા
ડોક્ટરે આ કાચબાની તપાસ કર્યા બાદ સ્વસ્થ હોવાથી આ લીલો દરિયાઇ કાચબાને દરીયામાં સલામત રીતે મુક્ત કરવામાં આવ્યો
હતો. આમ દરીયાઇ જીવને જી.આર.ડી.ના સભ્યની સરાહનીય કામગીરીને સૈકોઇ એ બિરદાવી હતી.
