ગીર સોમનાથ જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક જીતેન્દ્ર અગ્રવાલ સૂચનાથી ગેરકાયદેસર અને પરવાના વગરના હથીયાર પકડી
પાડવા ગીરસોમનાથ એસ.ઓ.જી. દ્વારા જુદા જુદા સોશ્યલ મિડીયા સતત વોચ રાખવામાં આવતી હોય અને જીલ્લામાં થોડા સમય
અગાઉ એક શખ્સ સોશ્યલ મિડીયામાં હથીયાર સાથેનો વિડીયો જોવામાં આવતા ગુપ્ત વોચ રાખી હતી . અને ઉના વિસ્તારમાં
પેટ્રોલિંગમાં હતાં.
ત્યારે સયુકત બાતમી આધારે કાન્તી ઉકા પરમાર, ઉવ.૩૪ રહે.સૈયદ રાજપરા વાળાને ઉના, ટાવર ચોક, પાસેથી પકડી વિડીયો
ફોટામાં રહેલ રીવોલ્વર બંદુક પોતાના મીત્ર ધર્મેન્દ્રગીરી બાલુગીરી ગૌસ્વામી રહે.અહેમદપુર માંડવી પાસેથી વિડીયો,ફોટો પડાવવા
લીધેલ હોય જે ૩૨ બોર રીવોલ્વર બંદુક-૧ તેમજ કાર્ટીસ-૦૬ સહીત કી.રૂ.૫૦,૦૦૦ વાળી કાન્તી પરમારે ગે.કા. લાયસન્સ કે
પરવાના વગર વિડીયો ફોટા પડાવવા પોતાના કબ્જામાં રાખી તથા ધર્મેન્દ્રગીરી ગૌસ્વામીએ પોતાની પરવાના વાળી રીવોલ્વર બંદુક
આપી હથીયાર ધારાના નિયમોનો ભંગ કરેલ હોય જેથી હથિયાર મુદામાલ સાથે પકડી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ ઉના પોલીસ
સ્ટેશનમાં આર્મ્સ એકટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ…