ઉના શહેરમાં રાત્રિનાં સમયે ફરજ બજાવતા GRD જવાનને ફરજ પોઇન્ટ પર રસ્તા પર એક કિંમતી મોંઘો મોબાઇલ મળી આવ્યો હતો. અને આ મોબાઇલ કોનો છે તેની શોધખોળ કરતા અને જે અંગે પી આઈને જાણ કરતા મૂળ માલિકનો સંપર્ક કરી જી આર ડી તેમજ પોલીસ સ્ટાફ દ્વારા તેમનો મોબાઈલ પરત આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડયું હતું..
ઉનાના માધવ બાગ સર્કલ પાસે GRD જવાન ચૌહાણ પ્રવીણભાઇ અને કમલેશભાઇ દમણિયા રાત્રીનાં સમયે ફરજ પર હતા. ત્યારે એક વન પ્લસ મોબાઈલ ફરજ દરમ્યાન રસ્તા પરથી મળી આવેલ હતો. અને આ ફોન કોનો છે તે અંગે તપાસ કરવામાં આવેલ અને આ બાબતે પી આઇ એન કે ગૌસ્વામીને જાણ કરી હતી. જેથી તેમની સુચના મુજબ ટ્રાફિક પોલીસ જમાદાર પરસોતમભાઇ ખુમાણ અને ધીરૂભાઇ બાંભણીયા દ્વારા મોંઘી રકમનો મોબાઈલ મુળ માલીક અભિભાઈ શાહને પરત કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડયું હતું. આથી કિંમતી જરૂરી મોબાઇલ પોલીસ જવાન ને મૂળ માલિકને પરત સોપતા સૌ કોઈ એ આ કામગીરીને બિરદાવી હતી…


