ઊનાના કાણકબરડા ગામે મકાનમાં શક્તિસિંહ રાઘુભા ગ્રાહક નં. ૮૪૬૯૬/૦૦૭૧/૨ મુજબ ઘર વપરાસનું વીજ જોડાણ ધરાવતા
હોય તા.૨૫/૦૭/૨૦૧૩ ના રોજ રહેણાંકના મકાન પર પીજીવીસીએલ કંપનીના અધિકારી એસ.એ.રાઠોડ, જુ ઈ ભાવનગર સીટી-
૧ વાળા આવેલ હતા. તે સમયે ઘરે આવી વીજજોડાણ ચેક કરેલ. ત્યારે વીજ જોડાણના મીટરમાં જે સર્વિસ હતી. તે સળંગ સાંધા
વગરની હોય અન્ય બીજો કોઈ વાયર જોડેલ ન હતો. તેમ છતાં પણ અધિકારીઓએ મીટરનો ફોટો પાડી કહેલ કે આતો અમે ચેકિંગ
કરેલ છે તેના પુરાવા રૂપે ફોટો પાડેલ છે. તમારા વીજ જોડાણમાં કોઈ વીજચોરી નથી.
તેમ છતાં ગ્રાહકને શંકા જતા તા. ૨૬/૦૭/૨૦૨૩ ના રોજ પી.જી.વી.સી.એલ ની ઓફીસે જઇ તપાસ કરતા વીજ જોડાણને
વીજચોરીનો કેસ ઠોકી રૂ. ૩૫,૯૯૦ નું વીજ બીલ બનાવેલ હતું. એસ એ રાઠોડ જે ચેકિંગ રીપોર્ટ જોડેલ છે તેમાં તેમણે જણાવેલ કે
હું પોલ પરથી બીજો વધારાનો વાયર જોડી વીજ ચોરી કરું છું જયારે વાસ્તવિકતા એ છેકે ગ્રાહકના ઘર થી આશરે ૬૦-૭૦ મીટર દુર
ગ્રાહકના ભાઈનુ મકાન આવેલ હતું. ત્યાં ડાયરેક્ટ સર્વિસ નાખેલ હતી તે પોલ પણ મારાથી ૩૦-૩૫ મીટર દુર આવેલ હતો. ગ્રાહકના
ભાઇ અલગ રહેતા હોય ઘર વચ્ચે પણ ઘણું અંતર હોવા છતાં અધિકારીઓએ નજીકમાં આવેલ ભાઈના ડાયરેક્ટ જોડાણને શક્તિસિંહ
રાઘુભા ગ્રાહકના વીજજોડાણ સાથે જોડી ચેટિંગ અધિકારી દ્વારા ખોટો રીપોર્ટ ઠોકી દેતા ભારે આક્રોશ ફેલાયો હતો…
ચેકિંગ રીપોર્ટમાં ફ્રિજ, TV, પાણીની મોટર દર્શાવેલ હોય જે ઇલેક્ટ્રીક ચિજવસ્તુમાં માત્ર ૩ પંખા હોવા છતા જુદી જુદી ૮ પંખા
દર્શાવેલ છે.ચેકિંગ અધિકારીએ જે ફોટા જોડેલ છે તે ગ્રાહકના ભાઇ સાથે કોઈ સંબંધ ન હોય તેના ઘરના રસોડામાં આવેલ સગડી
અને તેણે જ્યાંથી સર્વિસ નાખેલ છે તે થાંભલાનો ફોટો જોડેલ છે. ગ્રાહકના ઘરના મીટર સાથે જોડાણ કરેલ છે. આમ ચેકિંગ
અધિકારીએ ગંભીર પ્રકારની ભૂલ કરી ડાયરેક્ટ કનેક્સનને ગ્રાહક સાથે જોડી ખોટી રીતે હેરાન કરેલ હોય
આમ પીજીવીસીએલના અધિકારી એ ગ્રાહકના ઘરે આવી અને ખોટી રીતે ચેકિંગ રીપોર્ટ તૈયાર કરી ખોટી રીતે વીજચોરીમાં સંડોવી રૂ.
૩૫,૯૯૦ નું ખોટી રીતે પાવર ચોરીનું બીલ બનાવેલ હતું. તેમજ ગ્રાહકના પ્રતિષ્ઠા ને નુકસાન પહોચાડેલ હોય આ વીજચોરીનું બીલ
રદ કરવું અન્યથા ખોટી રીતે કનડગત કરવા તથા ખોટી વીજચોરીનો દંડ આપવા બદલ નામદાર કોર્ટ ઉનામાં પીજીવીચીએલ વિરૂધ
કાયદાકીય દાવો દાખલ કરવા તેમજ કાયદાકીય પગલા ભરતા ફરજ પડશે તેવી ચિમકી આપી હતી. આ બાબતે ગંભીરતા લઇ
તાત્કાલીક યોગ્ય કરવા ગ્રાહકે કાયપાલક ઇજનેર વિભાગીય કચેરી પીજીવીસીએલ ઉનાને લેખિત રજુઆત કરી માંગણી કરેલ છે.
