Gujarat

જી – ૨૦ અંતર્ગત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ  જૂનાગઢ  બીઆરસી ભવન ખાતે યોજાયો   

બીઆરસી ભવન ખાતે જી -૨૦  અંતર્ગત કલા ઉત્સવ કાર્યક્રમની તાલુકા કક્ષાની ઉજવણી યોજાઈ હતી.  તેમાં જૂનાગઢ ગ્રામ્ય તાલુકાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

 કલા ઉત્સવ ની અંદર ચાર સ્પર્ધાઓ જેવી કે સંગીતગાયન, સંગીત વાદન, બાળ કવિ રચના અને ચિત્ર સ્પર્ધાઓનું આયોજન કરાયું હતુ.  અને નિપુણ ભારત અંતર્ગત ત્રણ સ્પર્ધાઓ જેમાં વાર્તા કથન ધોરણ ૧ – ૨ અને વાર્તા કથન ધોરણ  ૩  થી ૫ એમ અલગ અલગ વિભાગમાં બે સ્પર્ધાઓ અને વાર્તા લેખન નીપુણ ભારત અંતર્ગત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી હતી.

 જેમાં ડાયેટના ઇન્ચાર્જ પ્રાચાર્ય હિરેનભાઈ ભટ્ટ તેમજ વ્યાખ્યાતા કંચનબેન ભૂત બીઆરસી ડો સુરેશભાઈ મેવાડા તેમજ બીઆરસી પરિવાર માર્ગદર્શક શિક્ષકો અને બાળ કલાકારો દ્વારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય બાળકોમાં રહેલી વિશિષ્ટ કલાઓને બહાર લાવી બાળકને એક સ્ટેજ આપવું અને બાળક વાચાળ બને બાળકોને કલા પ્રત્યેનો રસ ઉદભવે અને આપણા સમાજમાં જે અમુક કલાઓ લુપ્ત થતી જાય છે તેને ફરીથી ઉજાગર કરવા માટેના પ્રયત્નો  કરાયો હતો.   દરેક સ્પર્ધામાં પ્રથમ આવેલ બાળકને રોકડ પુરસ્કાર રોકડ ઇનામ ૫૦૦ તેમજ સર્ટિફિકેટ દ્વિતીય આવેલ બાળકને રોકડ ઇનામ ૩૦૦ તેમજ સર્ટિફિકેટ અને તૃતીય આવેલ બાળકને રોકડ ઇનામ ૨૦૦ અને સર્ટીફીકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.  આ સ્પર્ધામાં જે બાળક પ્રથમ નંબરે આવેલ છે તે તાલુકા કક્ષાનું મોનિટરિંગ કરી જિલ્લા કક્ષાની જી- ૨૦ અંતર્ગત કલાઉત્સવ અને નીપુણ ભારત અંતર્ગત યોજાયેલ સ્પર્ધામાં ભાગ લેશે.

                                        ૦૦૦૦૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *