છોટાઉદેપુર નગરના જિલ્લા સેવાસદન કલેકટર કચેરી સામે રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદના નેજા હેઠળ યુનિફોર્મ સિવિલ કોડ UCC ને લઈને એક દિવસીય ઘરણા પર આદિવાસી સમાજના આગેવાનો બેઠા હતા, આદિવાસી સમાજના આગેવાન અને કોંગ્રેસના નેતા સંગ્રામસિંહ રાઠવા સહિતના આદિવાસી સમાજના આગેવાનો ઘરના પર બેઠા હતા, યુનિફોર્મ સિવિલ કોડ છે તે બધા સમાજને તેનાથી નુકસાન થવાનું છે સમગ્ર આદિવાસી સમાજ આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે તેવું આદિવાસી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું. ઘરણા પર બેસેલ આદિવાસી સમાજના આગેવાન અને કોંગ્રેસના નેતા સંગ્રામસિંહ રાઠવા સહિતના આદિવાસી સમાજના આગેવાનોને પોલીસ દ્વારા ડીટેઇન કરવામાં આવ્યા હતા .
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર