લાઠી તાલુકા પંચાયત ખાતે અમરેલી એસ.ટી બસના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ*
લાઠી તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય જનક તળાવીયાની અધ્યક્ષતામાં અમરેલી એસ.ટી બસના અધિકારીઓ સાથે આજરોજ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિ.પંચાયત સદસ્ય હિંમતભાઇ દેત્રોજા અને જિ.પંચાયત સદસ્ય ભરતભાઈ સુતરિયા ઉપસ્થિત રહ્યા હતા અને અમરેલી એસ.ટી વિભાગના અધિકારીઓ સાથે ધારાસભ્ય જનક તળાવીયાએ બેઠક યોજાઇ હતી અને અપડાઉન કરતા વિધાર્થીઓ અને લોકોને એસ.ટી બસની સુવિધાઓ વધુમાં વધુ મળી રહે અને જે તે વિસ્તારમાં સમયસર બસ નો આવતી હોય તેવા વિસ્તારમાં સમયસર બસ આવે તેવો પ્રયાસ કરવામાં આવે અને વિધાર્થીઓને પણ સમયસર બસની સુવિધાઓ મળે તેવી તમામ બાબતોને લઈ ધારાસભ્ય જનક તળાવીયા દ્વારા અમરેલી એસ.ટી વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી તમામ બાબતોને લઈ સર્ચા કરવામાં આવી હતી આ તકે તાલુકા ભાજપ પ્રમુખ ધનશ્યામભાઇ સાવલિયા,તાલુકા ભાજપ મહામંત્રી જગદીશભાઇ ખુટ,તાલુકા ભાજપ મહામંત્રી દિનેશભાઈ જમોડ,દામનગર શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ નારોલા,દામનગર શહેર ભાજપ મહામંત્રી સતિષ બાપુ,તાલુકા પંચાયત સદસ્ય બાબુભાઇ ખુમાણ,જિ. યુવા ભાજપ મહામંત્રી જગદીશભાઇ નાકરાણી,હિરાણા ગ્રામ પંચાયત સરપંચ પ્રતાપભાઈ ડેર,તાજપર ગ્રામ પંચાયત સરપંચ વિજયભાઇ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટ : આદીલખાન પઠાણ ( બાબરા )


