Gujarat

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કચ્છના પ્રવાસે

ગાંધીનગર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કચ્છના પ્રવાસે છે. તેઓ ગાંધીધામ પહોંચ્યા છે. ગાંધીધામમાં તેમણે કંડલા ઇફ્કોના નેનો ડ્ઢછઁ પ્લાન્ટનું ભૂમિ પૂજન કર્યુ છે. તેમણે પ્લાન્ટ લગાવવા માટે ઇફ્કોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ભૂમિપૂજન કરવાના સાથે જ ખેડૂતોને આશ્વાસન આપ્યુ છે કે નેનો ડ્ઢછઁના કારણે ખેડૂતોની જમીનની બિલકુલ નુકસાન નહીં થાય. ભારત વિશ્વને પ્રાકૃતિક ખેતીનો રસ્તો બતાવશે. તેમણે જણાવ્યુ કે આ પ્લાન્ટ થકી વિદેશોમાં પણ વિવિધ પેદાશોની નિકાસ કરવાનું લક્ષ્ય છે. ૬ કરોડની ડ્ઢછઁની બોટલ વિદેશથી કરવી પડતી અનાજની આયાતને ઘટાડી દેશે. હવે ઘઉં ચોખા વિદેશથી લાવવાની જરુર નથી. હવે દેશભરના ખેડૂતોને સમૃદ્ધ કરવાનું લક્ષ્ય છે. અમિત શાહે જણાવ્યુ કે નેનો ડ્ઢછઁ છોડના મૂળ સુધી ઉતરતુ નથી અને છોડના ઉપરના પરત સુધી જ રહે છે. જેના કારણે જમીનને નુકસાન પહોંચતુ નથી અને ખેડૂતોને સારી ઉપજ મળે છે. તેનાથી પાણી પણ પ્રદૂષિત નહીં થાય અને ઉપજ પણ વધશે. સરકારની સબસિડીનો બોજાે પણ ઓછો કરશે. તેમણે જણાવ્યુ કે આજે ભારત અન્ય ક્ષેત્રમાં ભારત આર્ત્મનિભર બન્યુ છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશને હરીત ક્રાંતિની જરુર છે. જાે કે આ હરીત ક્રાંતિ અલગ પ્રકારની હશે. માત્ર ઉત્પાદન તેનું લક્ષ્ય નથી. દુનિયાભરને પ્રાકૃતિક ખેતીનો રસ્તો ભારતે બતાવવાનો છે. પ્રાકૃતિક ખેતીની હરીત ક્રાંતિ લાવવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વૈજ્ઞાનિક આયોજનના કારણે અન્ન ક્ષેત્રમાં ભારત આર્ત્મનિભર બન્યુ છે.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *