મહેસાણા
મહેસાણાનાં ઊંઝામાં ‘ઉમિયા શરણમ મમઃ’ મહામંત્ર અખંડ ધૂન સપ્તાહ યોજાશે. જેમાં ગુજરાતભરના ૫ લાખ પાટીદારો જાેડાશે. ઉમિયા ધામની ૧૬૮ માં વર્ષની ઉજવણીમાં ગ્રામ્ય વિસ્તારોના ૨૧૦૦ ઉમિયા સત્સંગ મંડળ ભાગ લેશે. જગત જનની શ્રી ઉમિયા માતાજીના નિજ મંદિર પુનઃનિર્માણ પ્રારંભના ૧૬૮માં વર્ષની ઉજવણીના ભાગરૂપે આયોજન કરાયું છે. જેમાં એક અઠવાડિયા દરમિયાન સતત ભજન કીર્તન કરવામાં આવશે. આ કાર્યક્રમ ૭ ઓગસ્ટથી શરૂ થઈને ૧૩ ઓગસ્ટના રોજ પૂર્ણાહુતિ કરવામાં આવશે. ઊંઝા ઉમિયાધામ કડવા પાટીદાર સમાજના કુળદેવી છે અને દેશ વિદેશમાં વસતા કરોડો પાટીદારોનું આસ્થાનું કેન્દ્ર છે અવાર નવાર ઊંઝા ઉમિયાધામ ખાતે અનેક ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે ઉમિયાધામ દ્વારા આગામી ૭ ઓગસ્ટ થી ૧૩ ઓગસ્ટ સુધી અખંડ ધૂનનું આયોજન કરાયું છે. ઉમિયાધામ નિજ મંદિર પુનઃ નિર્માણના ૧૬૮ વર્ષ થતા અખંડધુન કરી ઉજવણી કરવામાં આવશે. પાટીદારોની કુળદેવીના આ મંદિર ના પુનઃ નિર્માણને હવે ૧૬૮ વર્ષ પૂર્ણ તયા છે. તેથી આ ખુશીમાં ૧૬૮ કલાક સુધી (માં ઉમિયા શરણમ મમ) ના જપની અખંડધુન કરવામાં આવશે. ખાસ વાત તો એ છે કે, આ એતિહાસિક અખંડધૂનમાં ૫ લાખ થી વધુ પાટીદારો ભાવભક્તિ પૂર્વકથી જાેડાશે. લાખો પાટાદીરો આ એતિહાસિક અખંડ ધૂનના સાક્ષી બનશે. ઉંઝા ઉમિયા ધામના મંત્રી દિલીપ પટેલે જણાવ્યું કે, ૫ હજાર સત્સંગ મહિલા મંડળોના ઊંઝામાં અખંડ ધૂનમાં આવવાનો લક્ષ્યાંક હતો, પરંતુ તેની સામે ૨ હજાર સત્સંગ મંડળ નોંધાઈ ગયા છે. એટલે આ અખંડધુન માં ૨ હજાર કરતા વધુ ઉમિયા સત્સંગ મંડળો ભાગ લેશે અને અગાઉ આટલી લાંબી અખંડધુન કોઈ ધાર્મિક સંસ્થા કે ધાર્મિક મંડળ ધ્વારા ગુજરાતમાં અત્યાર સુધી નથી કરવામાં આવી.


