પરદેશ સાથે પરદેશીયા ભુલ ના જાના એ હેતુસર વડોદરામાં સ્થાયી થયેલા સમસ્ત વૈષ્ણવ સમાજ પૂર્વ ઝોનના મંત્રી સેવા ના ભેખખારી રાજેન્દ્રભાઈ જે.શાહ માદરે વતન જઈને પ્રભુના સુખાથૅ પ્રભુને વિવિધ ઋતુમાં ધરવામાં આવતી પીછોઈ, વાઘા ,અને વસ્ત્રો મૂલ્યવાન કિંમતના તેરા તુજકો અર્પણ એમ પ્રભુને પધરાવીને પોતાની દીકરીઓ માતા પત્ની સહિત સમગ્ર પરિવાર જોડાઈને કેનેડાથી આવેલ દીકરી શ્રેયા શાહ પ્રભુને ગમે તેવા પ્રિય લાગે તેવા ભજન કીર્તન વધાઈ ગાન કરીને કીર્તનની ભારે રમઝટ બોલાવી હતી. હવેલીના મુખ્યાજી ચેતનભાઇ દ્વારા આરતી ઉતારીને શ્રીજી ના અલૌકિક દર્શન કરીને અનેરો લહાવો પરિવાર દ્વારા લેવામાં આવ્યો અને મંદિરમાં જ પ્રસાદી ગ્રહણ કરીને વિખૂટા પડ્યા એમ જે દેશ યા પરદેશ પણ વતનને કેમ વિસરાય એવું અનોખું ઉદાહરણ રાજેન્દ્રશાહ પરિવાર દ્વારા માદરે વતન જઈને જોવા મળ્યું. રાજેન્દ્ર જે.શાહ પરિવારને તૃતીય પીઠાધીશ્રવર કાંકરોલી નરેશ પૂજ્ય શ્રી ડો વાગીશકુમારજી મહારાજ પ્રભુ માટેની સેવાકીય પ્રવૃત્તિને ધ્યાનમાં લઈને પરિવારને શુભમ ભવતુ કલ્યાણસ્તુ એમ શુભ આશીર્વાદ પ્રદાન આપ્યા હતા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


