વનવાસી કલ્યાણ કો-ઓ ક્રેડીટ સોસાયટી વડોદરા દ્વારા આજે દાલીયાવાડી પ્રતાપનગર વડોદરા ખાતે વનવાસી કલ્યાણ કો-ઓપરેટિવ ક્રેડીટ સોસાયટી ની સામાન્ય સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્રેડિટ સોસાયટીનો વાર્ષિક અહેવાલ રજૂ કરવા આવ્યો હતો આ ઉપરાંત આદિવાસીઓના દેવ બાબા પીઠોરા ને દેશ અને દુનિયામાં ઓળખ અપાવવામાં અમૂલ્ય જેનું યોગદાન છે તેવા આદિવાસી સંસ્કૃતિ ને ઉજાગર કરવા માટે એપ્રિલ ૨૦૨૩ નાં રોજ રાષ્ટ્રપતિ ભવનમાં મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા પદ્મ શ્રી એવોર્ડ થી સન્માનિત બાબા પીઠોરા લખારા પરેશભાઈ રાઠવા નું સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે જાન્યુઆરી ૨૦૨૩ માં છોટાઉદેપુર જિલ્લા નાં કવાંટ તાલુકાના હમીરપુરા ખાતે ત્રી દિવસીય યોજાયેલ આદિવાસી એકતા પરિષદના આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલનમાં વિશેષ ભૂમિકા માટે ભવ્ય અને ઐતિહાસિક ૩૦મા સાંસ્કૃતિક એકતા મહાસંમેલન દરમિયાન નાણાં સમિતિ ના અધ્યક્ષ તરીકે ની બખૂબી જવાબદારી નિભાવવા બદલ વાલસિંગભાઇ રાઠવા નું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
જ્યારે વડોદરા શહેર માં રહેતા રાઠવા સમાજ નાં વર્ષ ૨૦૨૩ માં ધોરણ ૧૦ અને ધોરણ -૧૨ નાં તેજસ્વી વિદ્યાર્થીઓ ઉપરાંત ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરીને સમાજ નું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને પણ વિવિધ મોમેન્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ શ્રી વનવાસી કલ્યાણ કો-ઓ ક્રેડીટ સોસાયટી ના રાઠવા સમાજ નાં ચાલું વર્ષે સેવાનિવૃત્ત થયેલ ૧૦ જેટલા કર્મચારીઓ/ અધિકારીઓ ને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શ્રી વનવાસી કલ્યાણ કો.ઓ. ક્રેડીટ સોસાયટી વડોદરા નાં પ્રમુખ કાન્તિભાઈ રાઠવા, રાઠવા એસોસિએશન નાં પ્રમુખ અને વડોદરા મહાનગર પાલિકા માં કોર્પોરેટર રણછોડભાઈ રાઠવા તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ નું સફળ સંચાલન ચંદ્રસિંગભાઇ રાઠવા એ કર્યું હતું જ્યારે કાર્યક્રમ નાં અંતે સુરેશભાઈ રાઠવા દ્વારા આભાર માની કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર