જૂનાગઢ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો ચાલુ વર્ષ ૨૦૨૩- ૨૪ માં બાગાયત વિભાગની ‘ફળપાક ઉત્પાદકતા વધારવાના કાર્યક્રમ’ માં વિવિધ પ્રકારની સહાય મેળવવા માટે અરજી કરી શકે છે. આ યોજના હેઠળ આંબા/ કેરી, જામફળ અને કેળના પાક માટે સહાય મેળવી શકાશે. આંબા/ કેરીના પાક માટે ખાતા દીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદા સુધીમાં ઓછામાં ઓછા ૪૦૦ કલમ પ્રતિ હેકટર દીઠ કલમ માટે રૂ. ૧૦૦ નિર્ધારિત કરાયા છે. જો ખર્ચ ઓછો થયેલ હોય તો તેને ધ્યાનમાં રાખીને રૂ. ૪૦ હજાર પ્રતિ હેકટર અને પહેલા વર્ષમાં અન્ય બાગાયતી પાકોનું આંતરપાક તરીકે વાવેતર કરવામાં આવ્યું હોય તો પ્લાન્ટિંગ મટિરિયલના ૫૦ ટકા લેખે અથવા રૂ. ૧૦ હજાર પ્રતિ હેકટર દીઠ સહાય મળવાપાત્ર રહેશે.