Gujarat

જામનગરમાં સરકારી પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું

જામનગર બ્લોક રિસોર્સ ભવન હેઠળ આવતી તમામ સરકારી શાળાઓમાં આગામી G20 સમિટને
ધ્યાને રાખીને વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. તેમજ બી. આર. સી. જામનગર હેઠળ કાર્યરત ગ્રામીણ અને શહેરી
વિસ્તારોમાં આવતી તમામ સરકારી પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં G20 સમિટ અંતર્ગત 'પાયાની સાક્ષરતા' – આ
થીમ આધારિત પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
ગત તા. 05 જૂનથી 07 જૂન દરમિયાન બાળકોને G20 વિશે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ બાળકોને નવા
શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં પ્રોત્સાહન પૂરું પાડવા માટે ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, સાયકલિંગ રેસ, નિબંધ
સ્પર્ધા, સુવાચન અને સુલેખન જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. બી. આર. સી. કોર્ડીનેટર શ્રી પ્રજ્ઞા લિંબડે વિદ્યાર્થીઓની
પ્રવૃત્તિઓને બિરદાવીને તેમને શુભકામનાઓ પાઠવી હતી.

1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *