Gujarat

સખી વન સ્ટોપ સેન્ટર  જૂનાગઢ દ્રારા થતી વિવિધ કામગીરી                             

હિંસાથી પીડિત કોઈ પણ મહિલાને આશ્રય, તબીબી, કાનૂની, પોલીસ અને કાઉન્સેલિંગ જેવી સેવાઓ એક છત નીચે મળી રહે તેવા ઉમદા હેતુથી ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં દરેક જિલ્લાઓમાં સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત કરેલ છે જે ૨૪x૭ ચાલુ રહે છે. જૂનાગઢ જિલ્લામાં જૂની સિવિલ હોસ્પિટલ, ઝનાના વિભાગ, આઝાદ ચોકમાં સખી વન સ્ટોપ સેન્ટર વર્ષ ૨૦૧૮ થી કાર્યરત છે. જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસીયાના અધ્યક્ષ સ્થાને રચાયેલી દેખરેખ સમિતિ દ્વારા સમયાંતરે સેન્ટરની કામગીરીનો રિવ્યૂ કરવામાં આવે છે. જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો. ચંદ્રેશ ડી. ભાંભી આ સેન્ટરના નોડલ ઓફિસર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *