રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે, સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વિગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. ૧ ઓગસ્ટ થી ૭ ઓગસ્ટ-૨૦૨૩ દરમિયાન નારી વંદન સપ્તાહ ની ઉજવણી કરવામાં આવે છે.
જે અન્વયે જૂનાગઢ જિલ્લામાં પણ તા. ૧ ઓગસ્ટ થી ૭ ઓગસ્ટ-૨૦૨૩ દરમિયાન મહિલા સુરક્ષા દિવસ, બેટી બચાવો બેટી પઢાવો દિવસ, મહિલા સ્વાવલંબન દિવસ, મહિલા નેતૃત્વ દિવસ, મહિલા કર્મયોગી દિવસ, મહિલા કલ્યાણ દિવસ અને મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી સંબધિત કચેરીઓ દ્વારા થનાર છે.
જે દિવસોમાં મહિલા સુરક્ષા સંબંધી વિવિધ કાયદાઓ અને મહિલાલક્ષી યોજનાઓની માહિતી અને પ્રચાર પ્રસાર કરવામાં આવશે ઉપરાંત કિશોરીઓ તથા સગર્ભા મહિલાના હિમોગ્લોબીન તપાસ તેમજ આરોગ્યલક્ષી જાણકારી આપવામાં આવશે તથા મહિલાઓને આત્મ નિર્ભર બનાવવા માટેની સરકારના વિવિધ વિભાગોની યોજનાઓ વિશે માહિતીગાર કરવામાં આવશે એવું મહિલા અને બાળ અધિકારીની યાદી માં જણાવ્યું છે.
