Gujarat

મહિલા અને બાળ વિભાગ દ્રારા  વિવિધ કાર્યક્રમો યોજાશે      

રાજ્યની મહિલાઓ સામાજિકઆર્થિકમાનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છેસર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષાસ્વાવલંબનકલ્યાણ અને સ્વાસ્થ્ય વિગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર  જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. ૧ ઓગસ્ટ થી ૭ ઓગસ્ટ-૨૦૨૩ દરમિયાન નારી વંદન સપ્તાહ ની ઉજવણી કરવામાં આવે છે.

જે અન્વયે જૂનાગઢ  જિલ્લામાં પણ તા. ૧ ઓગસ્ટ થી ૭ ઓગસ્ટ-૨૦૨૩ દરમિયાન મહિલા સુરક્ષા દિવસબેટી બચાવો બેટી પઢાવો દિવસમહિલા સ્વાવલંબન દિવસમહિલા નેતૃત્વ દિવસમહિલા કર્મયોગી દિવસમહિલા કલ્યાણ દિવસ અને મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી સંબધિત કચેરીઓ દ્વારા થનાર છે.

જે દિવસોમાં મહિલા સુરક્ષા સંબંધી વિવિધ કાયદાઓ અને મહિલાલક્ષી યોજનાઓની માહિતી અને પ્રચાર પ્રસાર કરવામાં આવશે ઉપરાંત કિશોરીઓ તથા સગર્ભા મહિલાના હિમોગ્લોબીન તપાસ તેમજ આરોગ્યલક્ષી જાણકારી આપવામાં આવશે તથા મહિલાઓને આત્મ નિર્ભર બનાવવા માટેની સરકારના વિવિધ વિભાગોની યોજનાઓ વિશે માહિતીગાર કરવામાં આવશે એવું મહિલા અને બાળ અધિકારીની યાદી માં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *