જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીની કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના ડીપાર્ટમેન્ટ ઓફ સોઇલ અને વોટર એન્જીનીયરીંગ, ડીપાર્ટમેન્ટ ઓફ ઇરીગેશન અને ડ્રેનેજ એન્જીનીયરીંગ, ડીપાર્ટમેન્ટ ઓફ પ્રોસેસીંગ અને ફૂડ એન્જીનીયરીંગ અને ડીપાર્ટમેન્ટ ઓફ ફાર્મ મશીનરી અને પાવર એન્જીનીયરીંગ દ્વારા રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચશિક્ષણ કાર્યક્રમના આઈ.ડી.પી., આઈ.સી.એ.આર. અંતર્ગત વિદ્યાર્થીઓ માટે વોકેશનલ ટ્રેનીગ સીરીઝ ૨૦૨૩-૨૪ નું આયોજન કરવામાં આવેલ છે.
આ વોકેશનલ ટ્રેનીગ સીરીઝ ૨૦૨૩-૨૪ માં રિમોટ સેન્સીંગ અને જી.આઈ. એસ. ઇન વોટર રિસોર્સ મેનેજમેન્ટ, સ્ટાર્ટ-અપ ઓપોર્ચ્યુંનીટી ફોર એક્ષ્પોરટીંગ ઈરીગેશન ઈક્યુપમેંન્ટ, ઈમરર્જીંગ ટ્રેન્ડસ ઇન ફૂડ પ્રોસેસ ઈન્ડસ્ટ્રી, અને એડવાન્સ કમ્પ્યુટર એડેડ ડીઝાઇન યુસિંગ CREO પેરામેટ્રિક સોફ્ટવેર વિષય પર કુલ ૦૪ વોકેશનલ ટ્રેનિંગો નું આયોજન તા. ૨૧ ઓગસ્ટ થી ૨૫ ઓગસ્ટ ૨૦૨૩ સુધી કરવામાં આવેલ છે.
વોકેશનલ ટ્રેનીગોનો સંપૂર્ણ ખર્ચ રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચશિક્ષણ કાર્યક્રમના આઈ.ડી.પી., આઈ. સી.એ.આર., ન્યુ દિલ્લી અંતર્ગત જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા થનાર છે. વોકેશનલ ટ્રેનીગ સીરીઝ ૨૦૨૩-૨૪ ના ઉદ્ઘાટન સમારંભ નું આયોજન તા ૨૧ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના સેમીનાર હોલ, જુ.કૃ.યુ. જુનાગઢ ખાતે કરવામાં આવેલ હતો.
આ વોકેશનલ ટ્રેનીગ સીરીઝ ૨૦૨૩-૨૪ નું આયોજન જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના કુલપતિશ્રી ડો. વી. પી. ચોવટિયાની પ્રેરણા, ડો. આર. બી. માદરીયા, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના સંશોધન નિયામકશ્રી તેમજ આઈ.ડી.પી. યોજનાના પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ તેમજ કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના આચાર્ય અને ડીન અને કો-પી.આઈ. આઈ.ડી.પી., ડો. પી. એમ. ચૌહાણના પ્રોત્સાહન હેઠળ થયેલ છે.
આ કાર્યક્રમમાં ખાસ આમંત્રિત તરીકે આચાર્ય અને ડીન, કૃષિ મહાવિદ્યાલય અને કો-પી.આઈ. આઈ.ડી.પી., ડો. એસ. જી. સાવલિયા, આચાર્ય અને ડીન, બાગાયત મહાવિદ્યાલય, ડો. ડી. કે વરુ, આચાર્ય, પીજી-આઈ. એ.બી. એમ., ડો. સી. ડી. લખલાણી, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ડો. એન. બી. જાદવ, સહ સંશોધન નિયામકશ્રી ડો. પી. મોહનોત, નિયામકશ્રી વિદ્યાર્થી કલ્યાણ પ્રવુતિ, ડો. આર.એમ. સોલંકી, ડાયરેક્ટર આઈ.ટી., ડો. કે. સી. પટેલ, તેમજ વિવિધ વિભાગો ના પ્રાધ્યાપક અને વડાશ્રીઓ અને અધ્યાપકગણ તેમજ અંદાજીત ૨૫૦ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ.
આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના કુલસચિવશ્રી અને આચાર્ય અને ડીન અને કો-પી.આઈ. આઈ.ડી.પી, ડો. પી. એમ. ચૌહાણ એ પ્રાસંગિક સંબોધનમાં સર્વે વિદ્યાર્થીઓને વોકેશનલ ટ્રેનીગ સીરીઝ ૨૦૨૩-૨૪ અંતર્ગત અતિઆધુનિક તકનીકો જેવીકે રીમોટ સેન્સીંગ, જી.આઈ.એસ., ફૂડ પ્રોસેસિંગ ની વિવિધ તકનીકો , કૃષિ મશીનરી ના ડિઝાઈન માં ઉપયોગી CAD અને CREO જેવા સોફ્ટવેર તેમજ ઈરીગેશન સાધનોની આયાત-નિકાસ વિષયો પર વિદ્યાર્થીઓ માટે ખુબ જહેમત ઉઠાવીને તૈયાર કરેલ હોય તે માટે જરૂરી શિસ્ત તેમજ એકાગ્રતાથી ચારેય વોકેશનલ ટ્રેનિંગોનો મહતમ ફાયદો ઉઠાવવા જણાવ્યું હતુ.
આ કાર્યક્રમ માં ડો. આર. બી. માદરીયા, જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના સંશોધન નિયામકશ્રી તેમજ આઈ. ડી. પી. યોજનાના પી.આઈ. એ પ્રાસંગિક ઉદબોધનમાં જુનાગઢ કૃષિ યુનિવર્સીટી માં ચાલી રહેલ રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચશિક્ષણ કાર્યક્રમના આઈ. ડી. પી. અંતર્ગત થયેલ વિવિધ પ્રવુતીઓનું વિગતવાર માહિતી આપી હતી.
આ કાર્યક્રમના મુખ્ય અતિથી શ્રી તુષારભાઈ ઠુમ્મર, ડાયરેક્ટર , ખેડૂત ફીડ્સ અને ફૂડ પ્રાઈવેટ લીમીટેડ એ પ્રાસંગિક ઉદબોધન માં જણાવેલ કે ગુજરાત ભારતનું દેશમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય છે. તેમણે જણાવેલ કે મગફળીમાં આફ્લાટોક્ષિનનો પ્રશ્ન હોવાથી મગફળીની નિકાસ કરવામાં ખુબ મુશ્કેલી થાય છે. જેથી આફ્લાટોક્ષિન વગરની ઓછા ભેજ સાથે મગફળીના દાણા યુરોપ દેશોમાં નિકાસ કરવામાં આવેતો ખેડૂતોને ફાયદો થઈ શકે. વિદ્યાર્થીઓને પણ તેમણે જાપાન જેવા દેશો માંથી શિસ્તના આગ્રહી થવાના ગુણો મેળવવા જણાવેલ.
આ કાર્યક્રમ માં જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના કુલપતિશ્રી ડો. વી. પી. ચોવટિયાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવેલ કે ગુજરાત ની ચારેય કૃષિ યુનિવર્સીટીઓં માં માત્ર જુનાગઢ કૃષિ યુનિવર્સીટીજ એક માત્ર એવી યુનિવર્સીટી છે જેને આઈ.સી.એ.આર. ના રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચશિક્ષણ કાર્યક્રમનો આઈ.ડી.પી. પ્રોજેક્ટ મળેલ છે અને જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા આ આઈ.ડી.પી. પ્રોજેક્ટ અંતર્ગત થયેલ વિવિધ કાર્યોની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ થયેલ છે જે ગર્વ ની બાબત છે. તેમણે વિદ્યાર્થીઓને સખત મહેનત, ઉતમ માર્ગદર્શન અને સમય ના ઉતમ આયોજન ના ત્રિવેણી સંગમ દ્વારા ઉદ્યોગ સાહસિક બનવા માટે આવાહન કર્યુ હતુ.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આ કાર્યક્રમ ના ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરીઓં ડો. એમ. એન. ડાભી, પ્રાદ્યાપક અને વડા, પ્રોસેસીંગ અને ફૂડ ઇજનેરી વિભાગ, ડો. ટી.ડી. મહેતા, પ્રાદ્યાપક અને વડા, ફાર્મ મશીનરી અને પાવર ઇજનેરી વિભાગ, ડો. એચ. ડી. રાંક, પ્રાદ્યાપક અને વડા સોઇલ અને વોટર એન્જીનીયરીંગ તેમજ ઇરીગેશન અને ડ્રેનેજ એન્જીનીયરીંગ વિભાગ તેમજ કો-ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરીઓં ડો. એચ. વી. પરમાર, સહ પ્રાધ્યાપક, સોઇલ અને વોટર એન્જીનીયરીંગ વિભાગ, ડો. આર. જે. પટેલ, મદદનીશ પ્રાધ્યાપક, સોઇલ અને વોટર એન્જીનીયરીંગ વિભાગ, પ્રો. એ. એમ. જોષી, મદદનીશ પ્રાધ્યાપક, પ્રોસેસીંગ અને ફૂડ ઇજનેરી વિભાગ, પ્રો. એન. બી. પરમાર, મદદનીશ પ્રાધ્યાપક ફાર્મ મશીનરી અને પાવર ઇજનેરી વિભાગ, પ્રો. જી. ડી. ગોહિલ, મદદનીશ પ્રાધ્યાપક, પ્રોસેસીંગ અને ફૂડ ઇજનેરી વિભાગ તેમજ તેમની ટીમ અને વિવિધ કમિટી ના કન્વીનરશ્રીઓ તથા સભ્યશ્રીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
