Maharashtra

વરુણ અને જાન્હવી સ્ટારર ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ મચાવશે ધૂમ

મુંબઈ
અભિનેતા વરુણ ધવન અને અભિનેત્રી જાન્હવી કપૂર તેમની આગામી ફિલ્મ બવાલ બાબતે ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મનું દિગ્દર્શન નિતેશ તિવારીએ કર્યું છે. આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થશે. તાજેતરમાં જાે આ ફિલ્મનું ટ્રેલર પણ લોન્ચ કરી દેવાયું છે. વરુણ ધવન અને જાન્હવી કપૂર પહેલીવાર ફિલ્મમાં સાથે જાેવા મળશે. બવાલ ફિલ્મ રોમેન્ટિક ડ્રામા છે. આ ફિલ્મના ટ્રેલરને તરણ આદર્શે પોતાના ટિ્‌વટર એકાઉન્ટ પર શેર કર્યું હતું. આ ફિલ્મનું ટ્રેલર અનેક લોકોને પસંદ આવ્યું છે. આ ફિલ્મમાં વરૂણ ધવન અજ્જુ ભૈયાનું પાત્ર ભજવી રહ્યો છે. આ પાત્રથી જ ટ્રેલરની શરૂઆત થાય છે. તે સ્કૂલ ટીચર છે અને હિસ્ટ્રીનો વિષય ભણાવે છે. આ દરમિયાન તેની મુલાકાત નિશા એટલે કે જાન્હવી કપૂર સાથે થાય છે. પહેલા બંને વચ્ચે મિત્રતા થાય છે અને વાત લગ્ન સુધી પહોંચે છે. ત્યારબાદ તેઓ યુરોપ પહોંચે છે ત્યારે સ્ટોરીમાં ટિ્‌વસ્ટ આવે છે. ટ્રેલર પરથી કહી શકાય કે ફિલ્મમાં પાત્રો વચ્ચેની તું તું મે મે સાથે માણસની ઘણી વધુ લાગણીઓ જાેવા મળશે. અહેવાલો મુજબ આ ફિલ્મમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાનની લવ સ્ટોરી રજૂ કરવામાં આવશે. ડિજિટલ ક્ષેત્રે રિલીઝ થનારી આ સૌથી મોટી ફિલ્મ હોવાનું કહેવાય છે. આ ફિલ્મની ચાહકો ખૂબ જ ઉત્સાહથી રાહત જાેઈ રહ્યા છે. આ ફિલ્મ એમેઝોન પ્રાઈમ પર જાેવા મળશે. આ ફિલ્મ ચાલુ મહિને એટલે કે આગામી તારીખ ૨૧ જુલાઈના રોજ દર્શકો સુધી પહોંચી જશે. ખાસ વાત એ છે કે, આ જાન્હવી કપૂરની ચોથી ફિલ્મ છે જે, ડાયરેક્ટ ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થવા જઈ રહી છે. આ પહેલા તેની ગુંજન કારગીલ ગર્લ ઘોસ્ટ સ્ટોરીઝ, ગુડ લક જેરી જેવી ફિલ્મો પણ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.

File-01-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *