વર્ષાઋતુમાં શહેરીજનો પોતાના ઘર આંગણે કિચન ગાર્ડન બનાવી શકે એ માટે શાકભાજી બિયારણ અને ખાતર બાગાયત વિભાગ દ્વારા વેચાણ કરવામાં આવનાર છે.
શહેરીજનો પોતાના ઘર આંગણે કિચન ગાર્ડન બનાવી શકે તે હેતુથી રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા વિવિધ શાકભાજી બિયારણ અને ખાતરના પેકેટ બનાવી નહીં નફો કે નહીં નુકસાનના ધોરણે વેચાણ કરવામાં આવે છે.આ ઉપરાંત કચેરી ખાતે શહેરીજનોને કિચન ગાર્ડન અંગે જરૂરી તાંત્રિક માર્ગદર્શન એક દિવસીય તાલીમ પણ આપવામાં આવે છે. શાકભાજી બિયારણ અને ખાતરનું વેચાણ મેળવવા માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, નીલમબાગ લઘુ કૃષિભવન, બહુમાળી ભવનની સામે જૂનાગઢ ફોન નંબર – ૨૬૩૫૦૧૯ નો સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે
