Gujarat

ઉનાના કંસારી-વાવરડા રોડ પર પુલમાં ભૂવો પડતા વાહન ચાલકો હેરાન પરેશાન….

અકસ્માતની ભીતિ.. તંત્ર દ્વારા તાત્કાલિક ભૂવો ભુરવા લોકોની માંગ..
ઉનાના કંસારી-વાવરડા મુખ્ય રસ્તા પર ગામ લોકોની સતત અવર જવર થતી હોય છે. ત્યારે આ રોડ પર આવેલ નાના પુલ ઉપર એક
મસમોટુ ગાબડુ પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને રાત્રીના સમયે અંધારામાં આ ગાબડાના
કારણે અકસ્માત થવાનો લોકોમા ભય ફેલાઈ ગયો હતો.જોકે આ પુલના ગાબડા પર વાહન ચાલકો અચાનક વાહન ખાડામાં ન
ખાબકે તેને ધ્યાને રાખીને વાહન ચાલકોએ એક તાડના ઝાડના થડ ઉભા રાખી વાહન ચાલકોને સિગ્નલ આપતુ એક સુચન માટે રાખે
જોવા મળી રહ્યુ હતુ. ત્યારે આ પુલ પર ગાબડાને તંત્ર દ્રારા તાત્કાલીક રીપેર કરી બુરવામાં આવે તેવી માંગ ઉઠવા પામેલ છે. અને આ
રસ્તા પરના પુલમાં ખાડો નહી બુરવામાં નહી આવે તો અહીથી અવર જવર કરતા વાહન ચાલકો અકસમાતનો ભોગ બનશે તેવી
ભીતી સેવાઇ રહી છે..

-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *