જામનગર જિલ્લાની જાહેર જનતાને વાહનોના ફીટનેસ કેમ્પ માટે સામાજિક અંતર
જળવાઈ રહે અને કોવિડ-19 ની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય, તે રીતે જિલ્લાના વિવિધ તાલુકાના સ્થળો
પર વાહનોના ફીટનેસ ઈન્સપેકશનમાં હાજર રહેવા માટે જણાવવામાં આવે છે.
જે મુજબ, આર.ટી.ઓ. કચેરી, જામનગર દ્વારા ધ્રોલમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સામે, બાયો ડીઝલના
પંપ પાસે આગામી તા.22/08/2023 ના રોજ, કાલાવડમાં મુ. GEB ઓફિસની સામે, વાવડી રોડ પાસે આગામી
તા.24/08/2023 ના રોજ, લાલપુરમાં તા.25/08/2023 ના રોજ લાલપુર માર્કેટિંગ યાર્ડની સામે, 66 KV
બાજુનું મેદાન આગળ યોજાશે. તેમજ જામજોધપુર તાલુકામાં જામજોધપુર ગૌશાળા પાસે, નદીના કાંઠા પરનું
મેદાનમાં તા.25/08/2023ના રોજ, તમામ પ્રકારના વાહનોનો ફીટનેસ ઈન્સ્પેકશન કેમ્પ યોજાશે.
ઉકત જણાવેલા સ્થળ અને તારીખે માત્ર અહીંયા જણાવેલી વિગતે જ વાહનોના ફીટનેસ ચેકીંગ થશે. ફીટનેસ
રીન્યુઅલ માટે આવતા અરજદારોએ ઓનલાઈન અરજી અને ફી પેમેન્ટ કરીને ફિટનેસ કામગીરી કરાવવા જવાનું
રહેશે. જે વાહનોનું પી. યુ. સી. સર્ટિફિકેટ ઓનલાઈન કઢાવેલું હશે, તેનું જ ફિટનેસ ઈન્સ્પકેશન કરી આપવામાં
આવશે. તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
