બોડેલી થી ડભોઇ ને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલ નર્મદાની કેનાલના મુખ્ય બ્રિજ ઉપર રાહદારીઓ માટે બનાવવામાં આવેલ ફૂટપાથ ઉપર ના સિમેન્ટ ના પથ્થર મુકવામાં આવ્યા હતાં આ ફૂટપાથ ઉપર થોડા સમય પહેલા એક ટ્રક ચડી ગઈ હતી અને એ ટ્રકને ક્રેન બોલાવી બહાર કાઢવામાં આવી હતી. આવી જો અચાનક કોઈ મોટરસાયકલ કે અન્ય નાની ફોરવીલ ગાડી આ તૂટી ગયેલા ફૂટપાથ ઉપર ચડી જાય અને અંદર જતી રહે તો મોટી જાનહાની થાય તેમ છે લાગતા વળગતા આ અંગે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી સત્વરે આ રીપેરીંગ કામ હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. બોડેલી ડભોઇ રોડ પાસે થી પસાર થતી નર્મદા ની મુખ્ય કેનાલના બ્રિજ ઉપર રોડની બંને બાજુના ચાર ચાર ફૂટ ના ફૂટપાથ ના પાટીયા હલી જતા વાહન ચાલકોમાં ભયનો માહોલ આ પુલ ઉપરથી રોજ નાના-મોટા હજારો વાહનો પસાર થાય છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


