Gujarat

ઊનાના રામનગર ખારામાં રહેણાંક મકાનના નળીયામાંથી ઝેરી કોબ્રા સાપ નિકળ્યો…

ઊના શહેરના રામનગર ખારા વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનના નળીયા ઉપર ઝેરી કોબ્રા સાપ નિકળતા અફડા તડફી મચી
જવા પામી હતી. અને મકાન માલીકે તાત્કાલીક સાપ પકડનારને બોલાવી ડબ્બામાં પુરી દૂર સલામત સ્થળે મુક્ત કરવામાં આવ્યો
હતો..
ઊના શહેરના રામનગર ખારા વિસ્તારમાં રહેતા નરેશભાઇ બાબુભાઇ વાજાના રહેણાંક મકાન નળીયા વાળા હોય અચાનક ઝેરી કોબ્રા
સાપ અંદર ઘુસી જઇ અને મકાનના છત પર રહેલા નળીયામાં પહોચી ગયેલ હોય અને ઘરમાં પરીવારના સભ્યએ ઉપર જોતા
નળીયામાં સાપ જોવા મળતા ગભરાઇ ગયા હતા. અને તાત્કાલીક સાપ પકડનાર અશોકભાઇને જાણ કરતા તેવો ઘટના સ્થળે પહોચી
ગયા હતા. અને મકાન ઉપર ચડી નળીયામાં અંદર બેઠો ઝેરી કોબ્રા સાપને મહામુસીબતે કલાકની જહેમત બાદ પકડી લીધો હતો.
અને પ્લાસ્ટીકના ડબ્બામાં પુરી સલામત સ્થળે મુક્ત કરતા મકાન માલીક તેમજ આજુબાજુના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

-ખારામાં-રહેણાંક-મકાનના-નળીયામાંથી-સાપ-નિકળ્યો.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *