લીલીયા મોટા ના વડવાળા હનુમાન જી ના સાનિધ્ય માં વિશ્વ હિન્દુ પરિષદ ની બેઠક અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રમુખ ઇતેશ ભાઈ મહેતા ની અધ્યક્ષ તામાં મળી જેમાં જણાવવામાં આવેલ કે જન્માષ્ટમી 2023 ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ ના 60 (સાઈઠ) વર્ષ પૂર્ણ થયા ની ઉજવણી કરવામાં આવશે અને ભવિષ્ય માં ઘણા કાર્યક્રમો પણ કરવા માં આવશે ત્યારે ઉપસ્થિત લોકો ને આવનારા તહેવારો માં તેમજ શોભાયાત્રા માં વધારે માં વધારે લોકો ને જોડવા આહવાન કરવામાં આવેલ ત્યારે સાથે સાથે લીલીયા વિશ્વ હિન્દુ પરિષદ ના હોદેદારો ની વરણી કરવામાં આવી જેમાં પ્રમુખ તરીકે નિલેશ શેખલીયા ઉપ પ્રમુખ પ્રજેશ ભારદિયા મંત્રી દીનેશ સંગતાણી સહ મંત્રી અબીલ વાઘેલા સાથે બજરંગ દળ ના પ્રમુખ તરીકે વિશાલ બુહા ઉપ પ્રમુખ તરીકે મિત સોળીયા ની વરણી કરવા માં આવેલ આ તકે વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી જિલ્લા ટીમ ના દિલીપ સિંહ ઠાકુર કમલેશ બાપુ અગ્રાવત ખાસ ઉપસ્થિત રહેલ અને સાથે લીલીયા ગોપાલ ગૌશાળા ની ટીમ તેમજ ડો કુંભાણી સાહેબ લીલીયા ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ પરિન સોની ઘનશ્યામ બારૈયા તાલુકા પંચાયત સદસ્ય ઘનશ્યામ ભાઈ મેઘાણી ધર્મેશ ગાયજન સહિત લીલીયા ની ધર્મ પ્રેમી જનતા ઉપસ્થિત રહેલ તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


