Gujarat

‘મધ્યપ્રદેશની નાણાકીય રાજધાની’ ઇન્દોરમાં યોજાયો વાઇબ્રન્ટ ગુજરાત રોડ શૉ

ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના માનનીય મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે કાર્યક્રમમાં સંબોધન કર્યું અને ગુજરાતમાં રોકાણ કરવા માટે ઈન્દોરમાં ઉદ્યોગ અગ્રણીઓને આમંત્રણ આપ્યું
*
“વાઇબ્રન્ટ સમિટે ગિફ્ટ સિટી, ધોલેરા, પીએમ મિત્ર પાર્ક, માંડલ બેચરાજી અને ઁઝ્રઁૈંઇ જેવા વિશેષ રોકાણ ક્ષેત્રો સહિત ગુજરાતમાં ફ્યુચર રેડી મેગા પ્રોજેક્ટ્‌સના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.” -ડૉ. કુબેરભાઈ ડીંડોર
*
“ગુજરાત છેલ્લા બે દાયકાથી રોકાણ માટે સૌથી પસંદગીનું સ્થળ છે” -ડો. કુબેરભાઈ ડીંડોર
*

ગાંધીનગર,

૧૧ ઇન્ટરનેશનલ અને ૮ ડોમેસ્ટિક રોડ-શો અને પ્રતિનિધિમંડળની મુલાકાતોની સફળતા બાદ, વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૨૪ પ્રતિનિધિમંડળે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના માનનીય મંત્રી ડૉ. કુબેરભાઇ ડીંડોર અને સામાજિક ન્યાય અને સશક્તિકરણ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના માનનીય મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાના નેતૃત્વમાં ઈન્દોર રોડ શૉનું સફળતાપૂર્વક સમાપન કર્યું. આ પ્રસંગે ગુજરાત સરકારના અધિકારીઓ સહિત ઉદ્યોગ જગતની પ્રતિષ્ઠિત હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.

રોડ શૉ પહેલા, આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના માનનીય મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર અને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના માનનીય મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ ૧૦ વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે વન-ટુ-વન મીટિંગ કરી, જેમાં ભાસ્કર ડેનિમ (દૈનિક ભાસ્કર જૂથ), ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, એન્કિંગ ઇન્ટરનેશનલ, અવગોલ લિમિટેડ, સી૨૧ મોલ એન્ડ રિયલ-એસ્ટેટ લિમિટેડ, છફ્‌ઈઝ્ર લિમિટેડ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. આ દરમિયાન, તેમણે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતા અંગે વાત કરી અને છેલ્લા બે દાયકામાં બિઝનેસીસને સુવિધા, મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જીવનની ગુણવત્તામાં વધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને કેવી રીતે ગુજરાત વિકાસ માટે એક રોલ મોડેલ બન્યું છે તેના પર ભાર મૂક્યો.

ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચેના સંબંધોને બિરદાવતા માનનીય મંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો હતો કે આ રાજ્યો માત્ર ભૌગોલિક સરહદો જ નથી વહેંચતા, પરંતુ ભારતના કૃષિ લેન્ડસ્કેપમાં પણ મહત્વનું યોગદાન આપે છે. તેમણે કહ્યુ કે, “ઘઉં, ચોખા, કપાસ, બાજરી અને કઠોળ જેવા પાકો બંને રાજ્યોના કૃષિ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે, જે તેમની અર્થવ્યવસ્થા અને તેમના લોકોની આજીવિકામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ રાજ્યોના ભીલ, ગામીત, ગોંડ અને બૈગા જેવા આદિવાસી સમુદાયોને કારણે તેમનો સાંસ્કૃતિક વારસો ઘણો સમૃદ્ધ છે. આ આદિવાસી સમુદાયોએ હંમેશા તેમના અનન્ય વારસાને જાળવી રાખ્યો છે. સમયની સાથે, બંને રાજ્યોએ ઔદ્યોગિક વિકાસને અપનાવ્યો છે, જેમાં ગુજરાત પેટ્રોકેમિકલ્સ અને ઉત્પાદનમાં ઉત્કૃષ્ટ છે, જ્યારે મધ્યપ્રદેશ ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઇલ અને ફૂડ પ્રોસેસિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે ભારતના આર્થિક લેન્ડસ્કેપમાં નોંધપાત્ર યોગદાન આપે છે.

આમ, બંને રાજ્યો વિકસિત ભારત જ્ર૨૦૪૭ના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને વેગ આપે છે. “વાઇબ્રન્ટ ગુજરાત વ્યાપક સામાજિક-આર્થિક વિકાસના ઉદ્દેશ્યથી બિઝનેસ નેટવર્કિંગ, નોલેજ શેરિંગ અને વ્યૂહાત્મક ભાગીદારી માટેના સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક ફોરમમાં વિકસિત થયું છે. આજે, વૈશ્વિક સીઈઓ સ્થાનિક ઉદ્યોગ સાથેના સંબંધો કેળવવા, વિકાસ માટે નવીન માર્ગો પર વિચાર મંથન કરવા અને રાજ્યના આર્થિક વિકાસને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવીને રોકાણ પર સહયોગ કરવા માટે ગુજરાતને પસંદ કરે છે.”

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે છેલ્લા બે દાયકામાં ેંજીડ્ઢ ૫૫ બિલિયનનું વિદેશી રોકાણ આકર્ષિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. વર્ષ ૨૦૨૨-૨૩માં ભારતની નિકાસમાં ૩૩% થી વધુ યોગદાન ગુજરાતનું છે, જે દેશમાં સૌથી વધુ છે. રાજ્યનો સૌથી લાંબો દરિયાકિનારો ભારતના ૪૦% કાર્ગોનું સંચાલન કરે છે. સક્રિય પગલાં અને રોકાણકારો માટે અનુકૂળ નીતિઓ વૈશ્વિક હબ બનવાની ગુજરાતની પ્રતિબદ્ધતા દર્શાવે છે. માનનીય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યુ કે, “સામાજિક-આર્થિક પ્રગતિને વધુ આગળ ધપાવવા માટે, સરકાર ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એનર્જી, ઇલેક્ટ્રિક વાહનો, અવકાશ-સંબંધિત ઉત્પાદનો, સિરામિક્સ, ટેક્નિકલ ટેક્સટાઇલ્સ, જેમ્સ અને જ્વેલરી (લેબ ગ્રોન ડાયમંડ સહિત), ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન એન્ડ મેન્યુફેક્ચરિંગ (ઈજીડ્ઢસ્)/સેમિકન્ડક્ટર અને ફિનટેક જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરી સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન માટે સપોર્ટ પૂરો પાડે છે.” તેમણે સમાપન કરતા કહ્યું કે, “મને આશા છે કે દેશના આ અમૃતકાળમાં આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત સમિટની દસમી આવૃત્તિ આપણા માટે ‘અમૃત’ ભવિષ્ય સમાન બની રહે.” તેમણે આગામી વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે રોકાણકારોને આમંત્રિત કર્યા.

વધુમાં, ગુજરાત સરકારના ય્ૈંડ્ઢઝ્રના જાેઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર ડૉ. નરેન્દ્ર કુમાર મીના (ૈંછજી)એ ગુજરાતમાં ઉપલબ્ધ અસંખ્ય વ્યવસાયની તકો પર પ્રેઝન્ટેશન આપ્યું. આ પ્રસંગે ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના વરિષ્ઠ પ્રમુખ શ્રી સંજય કુમાર વર્મા સહિત અન્ય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ઈન્દોર રોડ શૉનું સમાપન સ્ઁ હ્લૈંઝ્રઝ્રૈં સ્ટેટ કાઉન્સિલના ટ્રેડ પ્રમોશન પેનલના કન્વીનર શ્રી કુણાલ ગીયાની દ્વારા આભારવિધિ સાથે થયું.

File-02-Page-Ex-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *