Gujarat

ઘાંટવડ નાં રસ્તા વચ્ચે બેફામ બનેલા આખલાનો વીડિયો વાય૨લ રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય બન્યો

હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ
હાલ રખડુ ઢોર ની સમસ્યા ગામે ગામ વધી રહ્યો છે વારંવાર રાહદારીઓ ને તેમજ વાહન ચાલકો ને હડફેટે લેવાના બનાવો બનતા રહે છે જેમાં ઘાંટવડ માં પણ રખડતા ઢોરની સમસ્યા યથાવત જોવા મળી રહી છે અને કેટલીક વખત સમગ્ર આખલા ઓનો ત્રાસ જીવલેણ સાબિત થઈ શકે છે ઘાંટવડ રસ્તા વચ્ચે આખલા યુદ્ધ ના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.રખડતા ઢોરો માટે હાઇકોર્ટ ની ટિપ્પણી છતાં પાલિકા ના સત્તાધીશો બે જવાબદાર છે અને ઘાંટવડ માં રસ્તે રખડતા ઢોરો ની સમસ્યા કેટલીક વખત જીવલેણ સાબિત થાય છે ત્યારે   ગ્રામ્ય વિસ્તાર નાં રસ્તા વચ્ચે પણ વારંવાર  આખલા યુદ્ધ  જોવા મળે છે
ઘાંટવડ નાં રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય બન્યો છે. અને જ્યાં દેખો ત્યાં રસ્તાઓ ઉપર મોટા પ્રમાણમાં રખડતા ઢોર જોવા મળી રહ્યા છે અને જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુસ્કેલી ભોગવવી પડી રહી છે અને તંત્ર ને અવાર નવાર રજુઆતો કરવા છતાં કોઇ પગલાં લેવામાં આવતા ન હોવાથી લોકો તંત્ર પ્રત્યે ભારે આક્રોસ જોવા મળી રહ્યો છે તેમ છતાં આ તંત્ર સત્તાધિસોની ઉંઘ ઉડતી નથી ઘાંટવડ નાં જગાત નાકા વિસ્તાર માં આજે સવાર માં બે આખલા ઓ નાં યુદ્ધ નાં કારણે એક મુસ્લીમ સમાજ સામાન્ય ખેડૂત ગફાર ભાઈ હસન ભાઈ સરવૈયા નામ નાં ખેડુત નું ૧૦ લીટર જેટલું દૂધ રસ્તા વચ્ચે રેલમ સેલમ કરી નાખ્યું હતું  જ્યાં જુવો ત્યાં રખડતા  ઢોર જોવા મળતા હોય છે અને આ કારણે અવાર નવાર અકસ્માતો વધી રહ્યા છે. સરકાર દ્વારા ખરેખર આ રખડતા ઢોર બાબતે કાળજી લેવા લોક માંગ ઉઠી છે

IMG-20230813-WA0052.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *