છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના મોટા અમાદરા ગામના સોનાયડા ફળિયા વિસ્તારમાં પહેલી વાર રોડ બની રહ્યો છે. પરંતુ રોડ તદ્દન હલકી ગુણવત્તાનું બનતું હોવાનો ગામલોકોનો આક્ષેપ છે. ગ્રામજનો મુજબ જેટલો રોડ બની ગયો છે એમાં મેટલ નાંખવામાં જ નથી આવી સીધી માટી ઉપર જ રોડ બનાવી દીધો છે. સિમેન્ટ કોન્ક્રીટ ના રોડમાં ધારાધોરણ કરતા ખૂબજ ઓછા મટેરિયલ ઉપયોગ કરાયો છે. અને માપમાં પણ ચોરી કરાઈ છે. જેથી રોડ એક બે મહિનામાં જ તૂટી જશે તેવું ગ્રામજનો કહી રહ્યા છે. ગ્રામજનોએ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. અને રોડનું ખોદાન કરી હલકી ગુણવત્તા ના કામની સાબિતી આપી છે. ગામ લોકો બનેલા રોડને ખોદી નવેસરથી સારો રોડ બને અને સમગ્ર રોડ સારી ગુણવત્તાનું બને તેવી માંગ કરી રહ્યા છે
ગ્રામજનોએ રોડનું કામ અટકાવતા જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ રમણ બારીયા સ્થળ ઉપર પહોંચ્યા જ્યાં ગ્રામજનોએ હલકી કામગીરી ની રજૂઆત કરી અને સાથે એક યુવાને વિડિઓ ઉતારતા ઉપ પ્રમુખ ઉશ્કેરાઈ ગયા અને વિડિઓ ઉતારનાર યુવાન ઉપર હુમલો કરી દીધો. જેનો વિડિઓ પણ વાયરલ થયો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


