Gujarat

જેતપુરપાવીની ચીમલી પ્રાથમિક શાળાના શિક્ષકના વિદાયમાનમાં ગ્રામજનોએ વહાવ્યો આંસુઓનો સમુંદર

17 વર્ષ ફરજ બજાવનાર શિક્ષકની બદલી થતાં આખું ગામ વિદાય સમારંભમાં પોક મૂકીને રડી ઉઠ્યું!
     જેતપુરપાવી તાલુકાની અંતરીયાળ આદિવાસી વિસ્તારની ચીમલી પ્રા શાળામાં 17 વર્ષ ફરજ બજાવી શાળાને સફળતાનાં શિખરો સર કરાવનાર શિક્ષક ફરીદભાઇ રસુલભાઇ રાઠોડની બદલી થતા તેમને વિદાયમાન આપતા આખું ગામ હિબકે ચઢ્યું હતું. એક શિક્ષક સાથે આખા ગામનો પારિવારિક નાતો બની ગયો હોય એવા દ્રશ્યો ચીમલી ગામે આ શિક્ષકના વિદાય સમારંભ વખતે જોવા મળ્યા હતા.
      તેઓને આદર્શ શિક્ષક,પ્રતિભાશાળી શિક્ષક, શ્રેષ્ઠ તાલુકા પારિતોષિક,શ્રેષ્ઠ BLO, શ્રેષ્ઠ સુપરવાઈઝર જેવી ફરજો અને ખિતાબો મળી ચૂક્યા છે.અનેક વાર શાળાકીય સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં ગૃપ, તાલુકા અને જિલ્લા કક્ષાએ તેઓનાં માર્ગદર્શન હેઠળ સિદ્ધિઓ હાંસલ કરી હતી. તદ ઉપરાંત ગરીબ બાળકો માટે તેમજ શાળામાં તમામ બાળકો માટે ગુજરાતનાં ખૂણે ખૂણેથી દાતાઓ દ્વારા જરૂરિયાત મુજબની શૈક્ષણિક સહાય લાવવાના સ્ત્રોત પણ તેઓ બન્યા હતા.
      ગ્રામજનો સાથે સ્નેહ પૂર્વકનો કાયમ નાતો રહ્યો,વહીવટી કુશળતા,અધિકારીઓ,યુનિયન નેતાઓ તેમજ તાલુકા અને જિલ્લાનાં તમામ શિક્ષકો સાથે તેમનો મિલનસાર સ્વભાવ રહ્યો હતો.
      શાળાનાં સ્ટાફ સાથે પરિવારની જેમ એક વડીલ તરીકે રહ્યા.જેના કારણે તેઓનાં વિદાય સમારંભમા ભૂતપૂર્વ શિક્ષકો પણ છેક 500 કિ.મી દૂરથી વરસતાં વરસાદમાં પણ હાજરી આપી બિરદાવ્યા હતા.ગ્રામજનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા તમામ યુવાનો, વડીલો મહિલાઓએ હાજરી આપી. આવા ગમગીન માહોલમાં તમામની આંખોમાં હરખ સાથે ગમના આંસુઓથી છલકાઈ ઉઠ્યા.શાળા પરિવારનું હૃદય દ્રવી ઉઠ્યું. જાણે કે એક સુંદર ઘરની છત જતી રહી હોય તેમ કરૂણ હૃદયે તમામે સાહેબને અલવિદા કરી આંસુ રોકી ના શક્યાં નહતા.તેમને ઘોડા પર બેસાડી ડી.જે.સાથે ભવ્ય વિદાયમાન આપવામાં આવ્યું હતું જેતપુરપાવીની ચીમલી પ્રાથમિક શાળાના શિક્ષકના વિદાયમાનમાં ગ્રામજનોએ વહાવ્યો આંસુઓનો સમુંદર
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230802-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *