Gujarat

છોટાઉદેપુર તાલુકાના વઢવાણ થી દુણ ૩(ત્રણ) કી.મી રસ્તાની મંજૂરી આપવા બાબતે ગ્રામજનોએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું.

છોટાઉદેપુર જિલ્લાના જામલી(ડો) જુથ ગ્રામ પંચાયત ના વઢવાણ ગામથી થી મીઠીબોર જુથ ગ્રામ પંચાયતના ૧૦ ગામો ને જોડતો વઢવાણ થી દુણ ડામર રસ્તાનું ૨૦૨૧-૨૦૨૨માં ટેન્ડર પ્રક્રીયા દ્વારા ૬ કરોડ ૫૬ લાખ ના ખર્ચે મંજુર કરવામાં આવેલ છે   પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવા ના હસ્તે આ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું બે ગામ વચ્ચેનુ અંતર ૩ કિ.મિ છે જેમા હાલ બે ગામ વચ્ચે રસ્તાની વ્યવસ્થા ના હોવાના કારણે લોકોને છોટાઉદેપુર આવવા માટે દાહોદ જિલ્લાના ફાંગીયા ગામ ફરીને આવવાનું થતુ હોઇ છે જ્યા તેનુ અંતર ૪૦ થી ૪૨ કિ.મિ થાય છે જો આ બે ગામ વચ્ચે રોડ બનવાથી બંન્ને પંચાયતના ગામના લોકોને સામાજીક પ્રસંગો, અન્ય માલ સામાનની હેરફેર માટે અને મીઠીબોર જુથ ગ્રામ પંચાયતના લોકોને તાલુકા મથકે જિલ્લા મથકે આવવા માટે વિધાર્થીઓને સ્કુલ, કોલેજ, આવવા જવા માટે પણ સાનુકુળતા રહે એમ છે, આ રસ્તાની મુદત ૧૫/૦૯/૨૦૨૩ના રોજ પુર્ણ થાય છે ત્યારે આજે ગ્રામજનોએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.ગામ લોકોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો આ રસ્તાનું નિરાકરણ લાવવામાં નહિ આવે તો આગામી લોકસભાની ચૂંટણીનો ગ્રામજનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20230817_123917_Video-Player.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *