Delhi

વિરાટ કોહલીએ ૧૨ વર્ષ પહેલા ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું

નવીદિલ્હી
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ બરાબર ૧૨ વર્ષ પહેલા પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી. કોહલીનું ડેબ્યૂ યાદગાર નહોતું પરંતુ તે પછી તેણે ક્રિકેટના લાંબા ફોર્મેટમાં જે સિદ્ધિ હાંસલ કરી, તેને ભાગ્યે જ કોઈ ભૂલી શકે. કોહલી થોડા જ સમયમાં ‘રન મશીન’ બની ગયો. બેટ સિવાય વિરાટે કેપ્ટનશિપમાં પણ ટીમ ઈન્ડિયાને એક નવી ઊંચાઈ પર લઈ ગયો. વિરાટ કોહલીએ ૧૧ જૂન ૨૦૧૧ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે કિંગ્સ્ટનમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તે પ્રથમ દાવમાં ૪ અને બીજી ઇનિંગમાં ૧૫ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. બંને ઇનિંગ્સમાં વિરાટને ફાસ્ટ બોલર ફિડેલ એડવર્ડ્‌સે પોતાનો શિકાર બનાવ્યો હતો. ડેબ્યૂ ટેસ્ટમાં બેટથી નિષ્ફળ થયા બાદ વિરાટે પાછળ વળીને જાેયું નથી અને તે સફળતાની સીડી ચડતો રહ્યો. આજે વિરાટની ગણતરી વિશ્વના દિગ્ગજ બેટ્‌સમેનોમાં થાય છે. વિરાટ કોહલીએ ૨૦૧૪ થી ૨૦૨૨ સુધી ભારતીય ટેસ્ટ ટીમનું સુકાન સંભાળ્યું હતું. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ ૬૮ ટેસ્ટ મેચ રમી જેમાંથી તેણે ૪૦માં જીત મેળવી. કોહલીની કપ્તાનીમાં ભારતે ૧૭ ટેસ્ટ મેચ ગુમાવી હતી, જ્યારે ૧૧ ટેસ્ટ ડ્રો રહી હતી. વિરાટે કેપ્ટન તરીકે ભારત માટે સૌથી વધુ ટેસ્ટ મેચ રમી છે. મહેન્દ્ર સિંહ ધોની આ યાદીમાં બીજા ક્રમે છે, જેણે ૨૦૦૮ થી ૨૦૧૪ સુધી ૬૦ ટેસ્ટમાં ભારતની કેપ્ટનશિપ કરી હતી. સૌરવ ગાંગુલીએ ૨૦૦૦ થી ૨૦૦૫ દરમિયાન ૪૯ ટેસ્ટ મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું. વિરાટ કોહલીએ ૨૦૧૧થી અત્યાર સુધી ૧૦૯ ટેસ્ટ મેચોમાં ૭ બેવડી સદી ફટકારી છે. આ કારનામું કરનાર તે પ્રથમ ભારતીય છે. આ પછી વીરેન્દ્ર સેહવાગ અને સચિન તેંડુલકરનો નંબર આવે છે. બંનેએ કુલ ૬ બેવડી સદી ફટકારી છે જ્યારે રાહુલ દ્રવિડના નામે ૫ બેવડી સદી છે. ૨૦૧૭-૧૮માં વિરાટે શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં બે બેવડી સદીની મદદથી કુલ ૬૧૦ રન બનાવ્યા હતા. તેણે અત્યાર સુધી ટેસ્ટમાં ૨૮ સદી ફટકારી છે. ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે તે સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સુનીલ ગાવસ્કર પછી ચોથા નંબર પર છે. તેંડુલકરે ૫૧, દ્રવિડે ૩૬ અને ગાવસ્કરે ૩૪ સદી ફટકારી હતી. વિરાટ કોહલીના નામે એક અનોખો રેકોર્ડ છે. કોહલીએ આ જ ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી અને શૂન્ય પર આઉટ થયો હતો. ૧૬ નવેમ્બર ૨૦૧૭ ના રોજ, ભારત વિ શ્રીલંકા મેચમાં, વિરાટ પ્રથમ દાવમાં શૂન્ય પર આઉટ થયો હતો, જ્યારે બીજી ઇનિંગમાં અદભૂત પુનરાગમન કરીને, તેણે અણનમ ૧૦૪ રન બનાવ્યા હતા. આ યાદીમાં ચેતેશ્વર પુજારાનું નામ પણ સામેલ છે, જે ૨૦૧૮માં ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ઇનિંગમાં ૧૦૬ રન બનાવ્યા બાદ બીજી ઇનિંગમાં શૂન્ય પર આઉટ થયો હતો. વિરાટ કોહલી ભારતનો ત્રીજાે અને એકંદરે સાતમો બેટ્‌સમેન છે જેણે ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા અને ટીમ હારી ગઈ. ૯ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ, કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે બંને દાવમાં સદી ફટકારી હતી. તેણે એડિલેડમાં ૧૧૫ અને ૧૪૧ રનની ઇનિંગ્સ રમી હતી. તેણે કુલ ૨૫૬ રન બનાવ્યા હતા. આ યાદીમાં બ્રાયન લારા ૩૫૧ રન સાથે ટોચ પર છે. સૌથી ઝડપી ૭,૦૦૦ ટેસ્ટ રન બનાવનાર ભારતીય તરીકેનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. તેના પછી વીરેન્દ્ર સેહવાગ અને સચિન તેંડુલકરનો નંબર આવે છે. કોહલીએ આ સિદ્ધિ મેળવવા માટે ૧૩૯ ઇનિંગ્સનો આશરો લેવો પડ્યો હતો. તેણે ૮ વર્ષ ૧૧૨ દિવસમાં આ સ્થાન હાંસલ કર્યું હતું. વિરાટે અત્યાર સુધી ૧૦૯ ટેસ્ટની ૧૮૫ ઇનિંગ્સમાં ૮૪૭૯ રન બનાવ્યા છે.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *