નવીદિલ્હી
ભારતની વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં ભારતનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી જ્યારે દેખાયો ત્યારે કોહલી તેની કારકિર્દીની ૫૦૦મી આંતરરાષ્ટ્રીય મેચ રમી રહ્યો હતો. આ ખાસ દિવસે કોહલીએ એક એવું કામ કર્યું જે આ માઈલસ્ટોન સુધી પહોંચેલા ૯ દિગ્ગજ ખેલાડીઓ અગાઉ નથી કરી શક્યા. વિરાટે તેની ૫૦૦મી આંતરરાષ્ટ્રીય મેચમાં સદી ફટકારી હતી. આ ખાસ મેચમાં સદી ફટકાર્યા બાદ વિરાટે સચિન તેંડુલકરના કેટલાક રેકોર્ડ પાછળ છોડી દીધા છે. સચિને ૫૦૦ આંતરરાષ્ટ્રીય મેચો સુધી ૭૫ સદી ફટકારી છે જ્યારે કોહલીએ ૭૬ સદી ફટકારી છે. આશ્ચર્યની વાત એ છે કે આ સ્થાન સુધી પહોંચવા માટે વિરાટે માસ્ટર બ્લાસ્ટર કરતા ઓછી ઇનિંગ્સ રમી અને તેના કરતા વધુ રન બનાવ્યા. સચિનના આ રેકોર્ડ તોડી નાખ્યા બાદ હવે વનડેનો વારો છે. ટેસ્ટ ક્રિકેટમાં એવું કહી શકાય કે દુનિયામાં એક-બે એવા ખેલાડી છે જે કોહલીને ટક્કર આપી શકે છે, પરંતુ વાઇટ બોલ ક્રિકેટમાં વિરાટ અજાેડ સાબિત થયો છે. વન-ડેમાં વિરાટની આસપાસ દુનિયામાં કોઈ બેટ્સમેન નથી, પછી તે સદી હોય કે એવરેજ. વિરાટ કોહલી ર્ંડ્ઢૈં ક્રિકેટમાં ૧૩૦૦૦ રન પૂરા કરવાથી માત્ર ૧ સદી દૂર છે. રન મશીનને આ પોઈન્ટ સુધી પહોંચવા માટે માત્ર ૧૦૨ રનની જરૂર છે. ભારતીય ટીમ ૨૭ જુલાઈથી વિન્ડીઝ સામે વનડે સીરીઝની શરૂઆત કરશે. વિરાટ કોહલી જે ફોર્મમાં છે તે જાેઈને અનુમાન લગાવી શકાય છે કે વિરાટ આ જ સિરીઝમાં આ સિદ્ધિ પણ હાંસલ કરશે. ૧ સદી બાદ વિરાટ ર્ંડ્ઢૈં કરિયરમાં માત્ર ૧૩૦૦૦ રન જ નહીં પૂરા કરશે પરંતુ સચિન તેંડુલકરના રેકોર્ડને પણ આંબશે. આટલું જ નહીં રિકી પોન્ટિંગથી લઈને જયસૂર્યા સુધી બધા પાછળ રહી જશે. વિરાટે ર્ંડ્ઢૈં ક્રિકેટમાં જે ઝડપે રન બનાવ્યા છે તેટલી ઝડપે ક્રિકેટના વિશ્વ ઈતિહાસમાં કોઈ રન બનાવી શક્યું નથી. વિરાટ કોહલીએ અત્યાર સુધી માત્ર ૨૭૪ મેચ અને ૨૬૫ ઇનિંગ્સમાં ૧૨૮૯૮ રન બનાવ્યા છે. વિરાટ ૧૩ હજાર રનથી માત્ર ૧૦૨ રન દૂર છે, તે આ સીરીઝમાં જ ૧૩૦૦૦ રન પૂરા કરશે અને વિશ્વમાં નંબર-૧ બની જશે. આ દરમિયાન કોહલીના નામે સૌથી ઝડપી ૧૩૦૦૦ રન પૂરા કરવાનો આવો રેકોર્ડ નોંધાશે, જે વિશ્વના કોઈ પણ બેટ્સમેનો માટે ખૂબ જ મુશ્કેલ કામ છે. વિરાટના ર્ંડ્ઢૈં આંકડાઓની વાત કરીએ તો તેણે ૪૬ સદીની મદદથી ૫૭.૩ની એવરેજથી ૧૨૮૯૮ રન બનાવ્યા છે. વિશ્વના વર્તમાન ખેલાડીઓએ વિરાટ જેટલી સદી ફટકારી નથી. વિરાટે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૭૬ સદી ફટકારી છે. હવે જાેવાનું એ રહેશે કે કોહલી વર્લ્ડ કપ અને એશિયા કપમાં બેટથી કેવો દેખાય છે.
