શાપર-વેરાવળ નજીક ના પ્રા.શાળામાં વિશ્વ સિંહ દિવસ નિમીતે સિંહના સંવર્ધન અને સંરક્ષણ માટે મહારેલી અને સંગોષ્ઠી કાર્યકર્મ યોજાયો હતો. જેમાં પ્રાર્થના સભાં માંજ રાજ્ય પ્રાણી સિંહ તેમજ એશિયાટિક સિંહ ને બચાવવાં આપણે શુ પગલાં ભરવા સહીત સમગ્ર માહિતી આપવામાં આવી હતી. જેમાં સિંહ દિવસ નિમિતે ગામમા રેલી યોજાઈ હતી જેમાં બાળકો એ સિંહના મ્હોંરા પહેરી વિધાર્થીઓ એ સિંહ બચાવો ના નારા સાથે રેલી નુ આયોજન કરાયું હતું.જેમાં
100 થી પણ વધુ છાત્રો જોડાયા હતા.
ગામમા સિંહ બાબતે જાગૃતિ ફેલાય તેવા હેતુ થી સિંહ ને બચાવવાં કાર્યક્રમ ના અંતે બાળકો પાસે પ્રતિજ્ઞા પત્ર ભરાવેલ હતા.જેમાં આ ઉજવણી માં ભાગ રૂપે સિંહ નુ સ્વર્ધન લોકભાગીદારી દ્વારા થાય તેમજ આપણી આજુબાજુ ના વિસ્તાર ને ઇકો ડેવલોપમેન્ટ યોજના ભાગીદારી દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવી તેનો એક આપણે અહમ ભાગ બનીને આપના દેશ પ્રત્યેણી ફરજ અદા કરી ગર્વ અનુભવીએ, સહીત ના કાર્યક્રમ યોજાયેલ હતો જેમાં
આ તકે શાળા ના આચાર્યા સરોજબેન દેવમુરારી તેમજ શિક્ષકો સહિત જોડાયા હતા મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ જોડાયા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત વેરાવળ-શાપર


