Gujarat

રાણપુર શહેર સહીત તાલુકામાં વિશ્વ સિંહ દિવસની ઉત્સભેર ઉજવણી કરવામાં આવી,તાલુકા શાળાથી ભવ્ય રેલી યોજાઈ…

ગીતાંજલી સ્કુલ,શ્રીજી વિદ્યાધામ,હેત વિદ્યાલય,સી.એસ.ગદાણી હાઈસ્કુલ,સર્વોદય હાઈસ્કુલ,મનુભાઈ શેઠ સ્કુલ,સાંકળીબાઈ કન્યાશાળા,રૂ.અ.શેઠ કન્યા શાળા ખાતે ઉજવણી કરાઈ વન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા…
૧૦ ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની સમગ્ર દેશ માં અને ગુજરાતમાં ઉજવણી કરવામાં આવે છે.ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર શહેર સહીત તાલુકામાં વિવિધ સ્થળે અને સ્કુલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં રાણપુરમાં તાલુકા શાળા ખાતે થી ભવ્ય રેલી યોજાઈ હતી.જેમાં ૧૦૦૦ કરતા વધુ બાળકો સિંહ નું મોળુ પહેરી ને રેલી માં જોડાયા હતા.જે રેલી રાણપુર શહેરના જાહેર માર્ગો ઉપર ફળી હતી.ગીતાંજલી સ્કુલ ,શ્રીજી વિદ્યાધામ ગુરૂકુળ,હેત વિદ્યાલય,સી.એસ.ગદાણી હાઈસ્કુલ,સર્વોદય હાઈસ્કુલ,મનુભાઈ શેઠ સ્કુલ,સાંકળીબાઈ કન્યાશાળા,રૂ.અ.શેઠ કન્યા શાળા ખાતે પણ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ હતી.અને તમામ સપથ લીધા હતા.આ સમગ્ર કાર્યક્રમ રાણપુર તાલુકા રેન્જ ફોરેસ્ટ ઓફીસર વી.જી.ચૌધરી ના માર્ગદર્શન હેઠળ રાણપુર તાલુકા ફોરેસ્ટર એમ.જે.પરમાર,એ.પી.પરમાર ની આગેવાનીમાં યોજાયો હતો.વિક્રમભાઈ ગઢવી,રાણપુર તાલુકા બી.આર.સી.કોડીનેટર રમેશભાઈ રાઠોડ તેમજ તમામ શાળાના આચાર્ય,શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

1691665380745.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *