વંથલી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં ભાજપ પ્રેરિત પેનલના 12 ઉમેદવારો પૈકી 9 ઉમેદવારો બિનહરીફ ડિરેક્ટર તરીકે જાહેર થયા
જિલ્લા પંચાયત પ્રમુખે અભિનંદન પાઠવ્યા
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘનો ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો છે.ત્યારે આગામી 14 જુલાઈ ના રોજ મતદાન થનાર છે. ત્યારે વંથલી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં સાવજ જુનાગઢ દૂધ સંઘના ચેરમેન દિનેશભાઈ ખટારીયાની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલના 12 ઉમેદવારો પૈકી દિનેશભાઈ ખટારિયા,રવજીભાઈ ચનીયારા, સવજીભાઈ ચાવડા, નથુભાઈ કાબલીયા, રમેશભાઈ ડાંગર, જમનાદાસ પેથાણી, અરજણભાઈ જાદવ, છગનભાઈ મેતરા, દિનેશભાઈ સુવાગીયા એમ 9 ઉમેદવારો બિનહરીફ ડિરેક્ટર તરીકે જાહેર થયા છે. ત્યારે તમામ બિનહરીફ થયેલા ડિરેક્ટરોને જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારીયા દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી
