Gujarat

બોડેલીમાં એકમાત્ર આવેલો બાગ માં પાણીના ખાબોચિયા અને ગંદકી

બોડેલી સેવાસદનની બાજુમાં આવેલા બાગમાં પાણીના ખાબોચિયા અને ગંદકી જોવા મળી રહી છે બોડેલી ડભોઇ રોડ પર કેનાલ ઉતરતા સેવાસદનની બાજુમાં આવેલા બાગમાં ગંદકીને લઈને મચ્છરોનો ઉપદ્રવ પણ જોવા મળી રહ્યો છે બોડેલીનો એકમાત્ર બાગ જેમાં સહેલાણીઓ આવતા હોય છે અને મજા માણતા હોય છે તે જ બાગમાં હાલમાં પાણીના ખાબોચિયા જોવા મળી રહ્યા છે અને મચ્છરનો ઉપદ્રવ પણ જોવા મળી રહ્યો છે અને બાગમાં બેસવા માટેની બેઠકો પણ જર્જરીત જોવા મળી રહી છે તૂટેલી હાલતમાં દેખાઈ રહી છે તેથી અહીં આવતા સહેલાણીઓ જણાવી રહ્યા છે કે વહેલી તકે બાગમાંથી ગંદકી દૂર કરવામાં આવે અને સ્વચ્છતા રાખવામાં આવે તેમ જણાવી રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG20230719155208.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *