Gujarat

*બહેનને શું ખબર કે મારા વિરા ની આ છેલ્લી મુલાકાત હશે. ?*

જામકંડોરણા તાલુકાના રાયડી ગામનો યુવક ભારે વરસાદ થી આવેલા ધસમસતા હોંકરામા ખેડૂત યુવાન તણાઇ ગયો બે દિવસ ની ભારે જહેમત બાદ ચેક ડેમ માથી ડેડબોડી મળી આવી
જામકંડોરણા તાલુકાના રાયડી ગામે રહેતા પંકજભાઈ બાબુભાઈ રાણપરીયા નામનો ખેડૂત યુવાન વાડીથી રીટર્ન થતાં બન્યો કરુણ બનાવ
મૃતક પંકજભાઈ ઘરેથી કહીને નીકળ્યા હતા કે વરસાદ રહી ગયો છે તો વાડીએ એક ચક્કર મારી આવું ભારે વરસાદ થી વાડી મા શું નુકસાન થયું છે તે નજરે જોઈ આવું
વાડીએથી ખેડૂત યુવાન ને  વિચાર આવ્યો કે નજીકમાં રોધેલ ગામે રહેતા એમના બહેની ઘરે જતો આવું બહેનની ઘરેથી પરત ફરતી વેળાએ રોઘેલ ગામના ધસમસતા હોંકરાના પાણીના પ્રવાહમાંથી બાઈક પસાર કરતી વેળાએ પાણીનો પ્રવાહ વધી જતા  બાઈક સાથે યુવક તણાઈ ગયો હતો
ખેડૂત યુવાન ઘરે પરત ન ફરતા ઘરના સભ્યો એ મૃતક પંકજની શોધખોળ શરૂ કરી હતી પરંતુ ખેડૂત યુવાન ની યુવકની લાશ મળી હતી નાના એવા રાયડી ગામમાં માતમ છવાયો હતો
અહેવાલ…અતુલ લશ્કરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *