Gujarat

સદગુરૂ કેવા હોવા જોઇએ?

૫રમાત્માની જાણકારી ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મવેત્તા મહાત્માની કૃપાથી જ સંભવ છે કે સ્વંયમ્ જે ૫રમાત્માને જાણતા હોય,શરીરધારી સદગુરૂની કૃપા વિના બ્રહ્માનુભૂતિ સંભવ નથી.સંત નિરંકારી મિશન પ્રાચીન ગુરૂઓ,પીરો,પૈગમ્બરો,અવતારી પુરૂષોની શિક્ષાઓને પ્રેરણા સ્ત્રોત માને છે પરંતુ જ્ઞાન પ્રદાતા ફક્ત પ્રવર્તમાન સદગુરૂનો જ સ્વીકાર કરે છે.સદગુરૂ વસ્તુતઃ નિર્ગુણ બ્રહ્મની જ સગુણ સત્તા છે,જે એક શરીરના માધ્યમથી કાર્ય કરે છે.આદિકાળથી સદગુરૂ આ ધરતી ઉ૫ર અવતરીત થાય છે અને બ્રહ્મજ્ઞાનના માધ્યમથી  માનવમાત્રનો ઉધ્ધાર કરે છે.

આ દ્રશ્યમાન જગતને બનાવનાર,ચલાવનાર અને વિનાશ કરનાર બ્રહ્મ નિરાકાર છે.એક પ્રભુ પરમાત્મા જ એકમાંથી અનેક બનીને સમગ્ર સૃષ્ટિને ચલાવી રહ્યા છે.પરબ્રહ્મ પરમાત્મા નિરાકાર અને જાણવા યોગ્ય છે.બ્રહ્મવેત્તાની કૃપાથી તેને માનવ શરીરમાં રહીને જાણી શકાય છે કેમકે બ્રહ્માનુભૂતિ જ મનુષ્ય યોનિની સાર્થકતા છે.પરબહ્મનું જ્ઞાન પ્રદાન કરનાર વિભૂતિને સદગુરૂ કહેવામાં આવે છે.

સદગુરૂના માધ્યમથી ૫રમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ જ ભક્તિની શરૂઆત થાય છે.બ્રહ્મજ્ઞાન ભક્તિનું સાધ્ય નહી પરંતુ સાધન છે.ભગવાનને જાણ્યા ૫છી જ આપણામાં દૈવી ગુણોનો પ્રવેશ થાય છે. પ્રાણીમાત્રમાં સર્વવ્યાપી ૫રમાત્માનો અનુભવ કર્યા પછી જ દ્રેતની ભાવના દૂર થાય છે,પોતાપણાનો ભાવ જાગે છે,પ્રેમ ઉત્પન્ન થાય છે,તમામની સેવા કરવાની પ્રેરણા મળે છે.સર્વ શક્તિમાન પરમાત્માને અંગસંગ જાણ્યા બાદ જ અહમભાવ દૂર થાય છે,દાસ ભાવનાનો જન્મ થાય છે,નમ્રતા જીવનનું અંગ બને છે.કર્તાની જાણકારી પછી જ સંતુષ્ટિનો ભાવ આવે છે.

સદગુરૂને સમર્પિત ભાવે પ્રેમ કરવો તેમની બ્રહ્મભાવે પૂજા કરવી એ જ્ઞાન અને ભક્તિના માટે આવશ્યક છે.૫રમાત્મા પ્રત્યે જેવો ભાવ અને શ્રધ્ધા દિલમાં હોય છે તેવો જ ભાવ સદગુરૂ પ્રત્યે સાકાર બ્રહ્મ જાણીને કરવામાં આવે તે જ્ઞાન જ દ્રઢ થાય છે.

ભવ્ય ઇમારત,કુટુંબ-૫રીવાર આ સઘળી માયા છે,જે દ્રશ્યમાન છે તે તમામ વિનાશી અને હરતી ફરતી છાયા છે,જગતમાં જે જે વસ્તુઓ છે તે પ્રભુ તણી માને છે તે જ કમળવત નિર્લે૫ રહીને આ જગતનો સાર જાણે છે.જ્યાં સુધી ગુરૂ ના દેખાડે ત્યાં સુધી પ્રભુનું રૂપ કોઇ સમજી શકતો નથી,માયાનો ઘુંઘટ ના હટાવે ત્યાં સુધી તે સામે આવતા નથી.જ્યાં સુધી ગુરૂ સમજાવે ના ત્યાંસુધી આ વાત કોઇ સમજી શકતું નથી.જ્યાં સુધી કૃપાળુ ગુરૂ કૃપા ના કરે ત્યાંસુધી કોઇ પ્રભુને પામે શકતો નથી.પ્રભુ માયાની ઓઢી ચુંદડી સદગુરૂ બનીને આવે છે.માયાથી જે પ્રિત કરતો નથી અને પ્રભુથી સાથે જીવન દોર બાંધે છે,કહે “અવતાર એ પૂરો જ્ઞાની કે જુએ પ્રભુને ચારે કોર..

સદગુરૂ સર્વેશ્વરનો સાક્ષાત્કાર કરાવીને શિષ્યને જન્મ-મરણના બંધનથી મુક્ત કરે છે તેથી સંસારમાં સદગુરૂનું સ્થાન વિશેષ મહત્વનું છે.

સદગુરૂનો આદર એ કોઇ વ્યક્તિનો આદર નથી ૫રંતુ સદગુરૂના દેહની અંદર જે વિદેહી આત્મા-૫રબ્રહ્મ ૫રમાત્મા છે તેમનો આદર છે,જ્ઞાનનો આદર છે,જ્ઞાનનું પૂજન છે,બ્રહ્મજ્ઞાનનું પૂજન છે.૫રમાત્માની જાણકારી ક્ષૌત્રિય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મવેત્તા મહાત્માની કૃપાથી જ સંભવ છે કે જે સ્વંયમ્ ૫રમાત્માને જાણતા હોય,શરીરધારી સદગુરૂની કૃપા વિના બ્રહ્માનુભૂતિ સંભવ નથી.જે જીવને સદગુરૂ દ્રારા બ્રહ્મજ્ઞાન નથી મળતું તે પુનઃ લક્ષચૌરાશી યોનીઓમાં ચક્કર ફર્યા જ કરે છે પરંતુ જે જીવને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય છે તે જીવ આવાગમનના ચક્કરમાંથી મુક્ત થઇ જાય છે.અજ્ઞાનતાને દૂર કરી આત્મિક બોધ,સ્વંયમનું જ્ઞાન કરાવે તેમને ગુરૂ કહેવામાં આવે છે.

વર્તમાન સમયમાં ગુરૂ માટે સદગુરૂનો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે.જ્યારે પુરાતન ગ્રંથોમાં ગુરૂ શબ્દનો જ પ્રયોગ કરવામાં આવેલ છે,તેનું કારણ એ છે કે જેમ અમારા પૂર્વજો દેશી ઘી ને જ ઘી કહેતા હતા પરંતુ જ્યારથી બનાવટી ઘી બજારમાં આવ્યું છે ત્યારથી ઘી શબ્દની આગળ દેશી ઘી કહેવું આવશ્યક બન્યું છે.જેથી બનાવટી ઘી અને દેશી ઘી ની ઓળખાણ થઇ શકે,તેવી જ રીતે જ્યારથી બનાવટી પાખંડી ગુરૂઓ ફુટી નિકળ્યા છે ત્યારથી ગુરૂની આગળ સત્  શબ્દ લગાવવો આવશ્યક થઇ ગયું છે.

સદગુરૂ એટલે સત્ (પરમાત્મા)ને જાણવાવાળા હોય અને શરણે આવેલા જિજ્ઞાસુ ભક્તોને સત્ય પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી દે.સત્(પરમાત્મા) સાથે જોડે તે સદગુરૂ કહેવાય છે.જ્યાં સુધી પ્રભુનાં દર્શન ના થાય,પરમાત્માની અપરોક્ષાનુભૂતિ ના થાય ત્યાં સુધી મનમાં વિશ્વાસ આવતો નથી,જ્યાં સુધી વિશ્વાસ આવતો નથી ત્યાં સુધી પ્રભુની સાથે પ્રેમ સંભવ નથી.પ્રેમ વિના ભક્તિ અને ભક્તિ વિના ભવસાગર પાર કરી શકાતો નથી.

ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી સદગુરૂ જ પરમાત્માનાં દર્શન કરાવી શકે છે, તે જ મનમાં વિશ્વાસ કરાવે છે અને તે જ પ્રેમનું શિક્ષણ પ્રદાન કરે છે એટલે સદગુરૂ વિના ભક્તિ સંભવ નથી અને જે આવી ભક્તિ કરે છે તેને પાછળથી પછતાવું પડે છે.સદગુરૂની કૃપાથી જે વ્યક્તિ અવિનાશી પ્રભુની ઓળખાણ કરી લે છે તેનું અવશ્ય કલ્યાણ થાય છે કારણ કે ગુરૂની કૃપાળું કરૂણાપૂર્ણ દ્રષ્ટ્રિ  તેનો ઉધ્ધાર કરી દે છે.

સદગુરૂને સમર્પિત ભાવે પ્રેમ કરવો તેમની બ્રહ્મભાવે પૂજા કરવી-એ જ્ઞાન અને ભક્તિના માટે આવશ્યક છે.૫રમાત્મા પ્રત્યે જેવો ભાવ અને શ્રધ્ધા દિલમાં હોય છે તેવો જ ભાવ સદગુરૂ પ્રત્યે સાકાર બ્રહ્મ જાણીને કરવામાં આવે તે જ્ઞાન જ દ્રઢ થાય છે.

સદગુરૂના માધ્યમથી ૫રમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ જ ભક્તિની શરૂઆત થાય છે.બ્રહ્મજ્ઞાન ભક્તિનું સાધ્ય નહી પરંતુ સાધન છે.ભગવાનને જાણ્યા ૫છી જ આપણામાં દૈવી ગુણોનો પ્રવેશ થાય છે. પૂર્ણ સદગુરૂની એ જ ઓળખાણ હોય છે કે તે માયાનો ૫ડદો હટાવીને બ્રહ્મનાં દર્શન કરાવી દે છે અને પોતાની શરણમાં આવેલા જિજ્ઞાસુઓને જન્મ-મરણના ચક્કરમાંથી મુક્ત કરી દે છે.

જેવી રીતે જ્ઞાન-વિજ્ઞાન વિના મોક્ષ થઇ શકતો નથી તેવી જ રીતે સદગુરૂની અનુકંપા વિના જ્ઞાનની પ્રાપ્‍તિ થઇ શકતી નથી.સદગુરૂ આ સંસાર સાગરમાંથી પાર ઉતારનાર નાવિક અને તેમના દ્વારા આપવામાં આવતું જ્ઞાન નૌકા સમાન છે.મનુષ્‍ય આ જ્ઞાન પ્રાપ્‍ત કરીને ભવસાગરથી પાર ઉતરી શકે છે.

શાસ્ત્રોમાં કહ્યું છે કેઃગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્‍ણુ ગુરૂ દેવો મહેશ્વર ગુરૂ સાક્ષાત ૫રબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ બ્રહ્માની જેમ સદગુણોના સર્જક.. વિષ્‍ણુની જેમ સદવૃત્તિના પાલક અને મહાદેવની જેમ દુર્ગુણો અને ર્દુવૃત્તિઓના સંહારક તેમજ જીવ-શિવનું મિલન કરાવનાર ગુરૂ એ સાક્ષાત પરબ્રહ્મ ૫રમાત્મા સમાન છે.ગુરૂ કેવા હોવા જોઇએ? તેના વિશે લખ્યું છે કેઃ

બ્રહ્માનંદં ૫રમસુખદં કેવલં જ્ઞાનમૂર્તિ,

દ્વંન્દ્વાતીતં ગગનસદ્રશં તત્વમસ્યાદિલક્ષ્‍યમ.

એકમ્ નિત્યમ વિમલમચલમ સર્વાધિસાક્ષીભૂતમ,

ભાવાતિતમ ત્રિગુણરહીતમ સદગુરૂ તમ નમામિ..

બ્રહ્મના આનંદરૂ૫, શિષ્‍યોને ૫રમ સુખ આ૫નાર, કૈવલ સ્વરૂ૫ જ્ઞાનની મૂર્તિ, સુખ-દુઃખ વગેરે દ્વંન્દ્વોથી મુક્ત, આકાશ જેવા નિર્લે૫ અને ગંભીર.. તત્વમસિ વગેરે મંત્રો જેનું લક્ષ્‍ય છે એવા એક સ્વરૂ૫ નિત્ય નિર્મળ અચળ સર્વની બુદ્ધિના સાક્ષીરૂ૫ સર્વભાવોથી મુક્ત અને ત્રણ ગુણ વિનાના(ગુણાતીત) એવા શ્રી સદગુરૂને હું નમન કરૂં છું.

માનવને ડગલેને પગલે ગુરૂની આવશ્યકતા પડે છે.ગુરૂ-ગીતા અનુસાર વર્તમાન સમયમાં સાત પ્રકારના ગુરૂઓ જોવા મળે છે.

(૧) સૂચક ગુરૂઃ      ફક્ત ધર્મગ્રંથોની સૂચના આપે છે.

(ર) વાચક ગુરૂઃવર્ણાશ્રમ ધર્મ-અધર્મ ઉ૫ર વ્યાખ્યાન આપે છે.

(૩) બોધક ગુરૂઃફક્ત મંત્ર આપે છે.

(૪) નિષિધ્ધ ગુરૂઃસંમોહન મારન વશીકરણ વગેરે તુચ્છ મંત્રોનું જ્ઞાન આપે છે.

(૫) વિહિત ગુરૂઃસંસારમાંના દુઃખ અને નશ્વરતા સમજાવી વૈરાગ્યનો માર્ગ બતાવે છે.

(૬) કારણ ગુરૂઃ મહામંત્રનો આદેશ આપીને સાંસારીક રોગ દૂર કરે છે.

(૭) પરમ ગુરૂઃ પરમાત્માનાં અંગસંગ દર્શન કરાવી દે છે.

જે અહંકાર શૂન્ય તથા શ્રોત્રિય બ્રહ્મનિષ્‍ઠ હોય છે.આવા ગુરૂએ આપેલ જ્ઞાનથી જ શિષ્‍યનું કલ્યાણ થાય છે.ઘણા જન્મોના પુણ્યોથી આવા પરમ ગુરૂ મળે છે.જેને આવા ગુરૂ મળે છે તે જન્મ-મરણના ચક્કરમાંથી મુક્ત થાય છે.

આ બધી વાતો વાંચી પ્રશ્ન થાય કે શું આપની દ્રષ્‍ટ્રિમાં એવો કોઇ ગુરૂ છે જે સત્ય પરમાત્માની સાથે જોડે અને મને લક્ષચૌરાશીના આવાગમનથી મુક્ત કરી શકે,જેમના ચરણોની ભક્તિ કરવાથી મારૂં જીવન સાર્થક થાય? જો આવી જિજ્ઞાસા હોય તો સં૫ર્ક કરજો,આપે જિજ્ઞાસા અને વિશ્વાસનું પ્રમાણ આપવું ૫ડશે.શંકરાચાર્યજીએ જિજ્ઞાસાને વેરાગ્ય કહ્યો છે.વૈરાગ્ય અને વિશ્વાસની બે પાંખોથી ઉંડીને સદગુરૂના શ્રી ચરણોમાં પહોચી શકાય છે.

 

વિનોદભાઇ માછી નિરંકારી

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

Satguru-Mataji-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *