Gujarat

હોટલમાં વેઈટર તરીકે મજૂરી કરતાં યુવકે ૧૧ વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું

અમદાવાદ
૧૧ વર્ષની સગીરા સાથે ત્રણથી ચાર વખત દુષ્કર્મ ગુજારવાની ઘટના બની છે. સગીરા પર દુષ્કર્મ ગુજારનાર હોટલ વેઈટરની પોલીસે ધરપકડ કરી છે. આરોપી સગીરાનુ મોઢું દબાવી તેની સાથે જબરજસ્તી કરી હતી. સાથે જ સગીરા સ્કૂલે જતી હોય તે સમયે પણ તેનો પીછો કરી પરેશાન કરતો હતો. જે અંગે બોડકદેવ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી. બોડકદેવ પોલીસની કસ્ટડીમાં આવેલા આરોપીનું નામ પ્રવેશ દિવાકર છે. જે ૨૨ વર્ષની ઉંમરનો છે અને હોટલમાં વેઈટર તરીકે મજૂરી કરે છે. આરોપી વિરુદ્ધ બળાત્કાર અને પોકશોની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. ઘટના એવી છે કે જેમાં સાત જુલાઈના રોજ રાત્રે દોઢ વાગે સગીરાનું મોઢું દબાવી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ ત્રણથી ચાર વખત સગીરા સાથે દુષ્કર્મ ગુજારી હોવાની પોલીસ ફરિયાદમાં નોંધ થઈ છે. જ્યારે સગીરા તેનો વિરોધ કરતી ત્યારે આરોપી તેને મારી નાખવાની ધમકી આપતો હતો. જાેકે પરિવારને જાણ થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો. આ સમગ્ર બાબતે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. સગીરા આરોપી પ્રવેશ દિવાકરને સંબંધ રાખવા ના પડતી ત્યારે તે સગીરાનો પીછો કરી સ્કૂલ સુધી જતો અને તેરે સાથ રિસ્તા રખના હૈ, તેમ જણાવી તેને પરેશાન કરતો હતો. જાેકે ૧૩ જુલાઈના રોજ પણ આરોપી સગીરાની સ્કૂલ સુધી પહોંચ્યો હતો. જે બાદ મામલો સામે આવતા સગીરાએ તેના માતા પિતાને આ અંગે જાણકારી આપી હતી. જે અંગે પરિવાર એ પોલીસનો સંપર્ક કરી ગુનો નોંધાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *