Gujarat

આઝાદીના અમૃત મહોત્સવના અવસરે ગાંધીનગર જિલ્લાના ઉનાવા ગામના ક્રાંતિગુરૂ એવા સોમાલાલ મહેતાને કેમ વિસરી શકાય

સમગ્ર દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે આપણે ગાંધીનગર તાલુકાના ઉનાવા ગામના ક્રાંતિગુરૂ એવા સોમાલાલ મહેતાને કેમ વિસરી શકાય. તેમણે અંગ્રેજ સરકારની આંખોમાં ઘૂળ નાખીને તેમની નજર સામે જ સેંકડો મરજીવા એવા સ્વાતંત્ર્યસેનાનીઓને તાલીમ આપી હતી. તેમણે જ દેશ દાઝ જગાડવા માટે ત્રણ ભાષામાં ક્રાંતિની પત્રિકાઓ છાપીને ગૃપ્ત રીતે દેશના ખૂણે ખૂણે વિતરણ કરાવી હતી.
ગાંધીનગર તાલુકાનું ઉનાવા ગામ કઇ કેટલી ઘટનાઓને સંઘરીને બેઠેલું છે. આ ગામમાં ર્નિમળ- નિરભિમાની નાગર સમાજના શ્રી સોમાલાલ મહેતા રહેતા હતા. તેમણે એવું વિચાર્યું હતું કે, ’ અંગ્રેજાે સામે તેમના જ બનીને તેમના હથિયારથી જાે આપણે તેમને હારવીશું તો જ આઝાદી જલ્દી પ્રાપ્ત થશે. આ વિચારને મૂર્તિમંત કરવા માટે તેમણે ઇ.સ. ૧૯૧૯માં ઉનાવા ગામે કિલ્લેબંઘ સંકુલમાં ઉભું કર્યું હતું. તેમાં સૈનિકશાળા અને ઘી ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ’ નામની બે સંસ્થા શરૂ કરી હતી. અંગ્રેજ સરકારે ઇંગ્લિશ મીડિયમ સ્કુલને માન્યતા આપી હતી. પરંતુ સૈનિક સ્કુલને તુરત માન્યતા આપી ન હતી. કારણે અંગ્રેજાેને ૧૮૫૭ની ક્રાંતિનો સતત ભય રહેતો હતો. ત્યારબાદ ૧૯૨૩માં તે બન્ને સંસ્થાઓને વિધાર્થી આશ્રમ નામે માન્યતા અંગ્રેજાેએ આપી હતી. આ સમય દરમ્યાન અંગ્રેજાેની ગૃપ્ત તપાસ ચાલું હોવા છતાં આ સંકુલમાં ખાનગીમાં સશસ્ત્ર તાલીમ તો આપવામાં આવતી હતી. તેની સાથે આઝાદી માટે જાગૃત્તિ અર્થે ક્રાંતિની ગુપ્ત પત્રિકાઓનું વિતરણ પણ ચાલું જ હતું. ક્રાંતિની પત્રિકાઓ સાથે કોઇ વિઘાર્થી કે સ્વયંસેવક પકડાઇ જાય તો પોલીસ ગમે તેટલો તેને માર મારે કે કાળા પાણીની સજાની બિક બતાવે તોયે તે પત્રિકા કોણે ? કયાંથી ? આપી તે બાબતે હરફ સુદ્ધાં ઉચ્ચારતા નહિ. આવા દેશ કાજે ફના થઇ જવાના ઉચ્ચ સંસ્કારોનું સિંચન આશ્રમમાંથી વિધાર્થીઓને આપવામાં આવતું હતું. આમ ઉનાવાના આશ્રમમાં તૈયાર થઇને નીકળતા વિધાર્થીઓની ભીંતરભમાંથી દેશ ભક્તિની ભભૂકતી જવાળા નિરંતર જલતી રહેતી હતી.
ઇ.સ ૧૯૩૦ની દાંડીકુચની ગુપ્ત પત્રિકોઓ કે જે સાઇક્લોસ્ટાઇલ મશીનથી છપાયેલી હતી. તે દેશભરમાં પહોંચી ગઇ હતી, તે તમામ પત્રિકાઓ ઉનાવા આશ્રમમાંથી રવાના થઇ હતી, તેવી પાકી બાતમી અંગ્રેજ સરકારને કયાંકથી મળી, તેથી અંગ્રેજ સરકારે આશ્રમનો ખૂણે ખૂણો તપાસી જાેયો હતો. કયાંયથી પત્રિકા છાપવાનું સાઇક્લોસ્ટાઇલ મશીન કે કોઇ મુદ્દામાલ મળ્યો નહિ. જેથી શરમમાં પડેલી અંગ્રેજ સરકારે પોલીસને એક મહિના સુઘી આશ્રમની તપાસ ચાલું રાખવા બેસાડી રાખી હતી. પરંતુ આશ્રમમાં સાઇક્લોસ્ટાઇલનું મશીન હોય કે તેમાં છાપેલી કોઈ પત્રિકા હોય તો પકડાય ને ?!!! ક્રાંતિની તે પત્રિકાઓને તો સોમાલાલ મહેતા સોલંકીવાસમાં આવેલા પોતાના ઘરના મેડા ઉપર રાખેલા સાઇક્લોસ્ટાઇલ મશીન ઉપર છાપતા હતા અને રાતો રાત કોથળામાં ભરીને બાજુના ગામ બાલવામાં રહેતા પોતાના શિષ્ય કનુભાઈ ચૌધરીને સોંપી આવતા હતા અને ત્યાથી તેઓ તે પત્રિકાઓને ગુપ્ત રીતે અન્યત્ર પહોચાડી દેતા. અત્રે ઉલ્લેખનીય છે કે, દાંડીકુચની અને ક્રાંતિની પત્રિકાઓ સોમાલાલ મહેતા જાતે છાપીને વિતરીત કરે છે. તેની તપાસ માટે અંગ્રેજ સરકારે તેમના આશ્રમમાં પોલીસ મોકલી હતી. પણ કાંઈજ વાંધાજનક મળી આવ્યું નહોતું. તેનું વર્ણન ભારત સરકારે તેના રાજપત્ર સેન્સસ ઑફ ઇન્ડિયા ૨૦૧૧ ગુજરાત સીરીજ ૨૫ ના પેજ નં. ૧૭ ઉ૫૨ દર્શાવેલ છે. આઝાદી બાદ સુરાજ્ય માટે આશાવાદી એવા આ ક્રાંતિગુરુ શ્રી સોમાલાલ મહેતાએ તા. ૨૧-૦૭-૧૯૯૦ ના રોજ આપણા વચ્ચેથી વિદાય લીધી હતી.
બોકસ આઇટમ
સોમાલાલ મહેતાએ ઉનાવાને ડુબતું બચાવા ઉપવાસ કર્યા …..
સોમાલાલ મહેતાએ સ્થાપેલા આશ્રમના રાષ્ટ્ર પ્રેમે રંગાયેલાં વિદ્યાર્થીઓની શિસ્ત, સંયમ, ગુરુભક્તિ અને જ્ઞાનપિપાસા જાેઈને અંગ્રેજ સરકાર પણ ધીમે ધીમે પ્રભાવિત થવા માંડી !!! આશ્રમ ઉપરથી શંકાના વાદળો વિખરાઈ ગયાં અને ઉલટાનો સરકારનો આશ્રમ ઉપર પ્રેમ વધવા લાગ્યો. આશ્રમના એક બીજા અદ્ભુત પ્રદાનની વાત કરીએ.
ઇ.સ. ૧૯૩૮ માં જાે અતિવૃષ્ટિ થઈ ના હોત અને આ વિદ્યાર્થી આશ્રમમાં જાે માથોડું માથોડું પાણી ભરાયાં ના હોત તો કદાચ આજે ગાંધીનગર અને મહાત્મા મંદિર જ્યાં છે તે ત્યાં ના હોત !!! ઇ.સ. ૧૯૩૮ પહેલાં જાે સહેજ વરસાદ વધારે વરસે તો વિજાપુર તાલુકાનું બધુ વરસાદી પાણી ઉનાવાની ભાગોળમાં ભેગુ થતું અને પછી પેથાપુર અને રાંધેજાની વચ્ચે થઈને હાલ જ્યાં વિધાનસભા અને મહાત્મા મંદિર છે તે વિસ્તારમાં પહોંચી જતું અને ત્યાં ઢીચણ સમાણું મોટું તળાવડું બની જતું હતું અને અતિવૃષ્ટિ થાય તો અહિ કેડસમાણા પાણી ભરાઈજતા. જે છ મહિને સુકાતા હતા !!!.. ઇ.સ. ૧૯૩૮ માં અતિવૃષ્ટિ થવાથી હાલના ગાંધીનગર તરફ પાણીનો જલદી નિકાલ ના થયો તેથી વિદ્યાર્થી આશ્રમમાં માથોડું પાણી આવી ગયા અને કેટલાય વિદ્યાર્થીઓ મરતાં મરતાં બચી ગયા. સોમાલાલ મહેતાએ અંગ્રેજ અમલદારને રજૂઆત કરી પરંતુ તે બે અસર રહેતાં તા. ૧૫-૦૮-૪૦ ના રોજ તેઓ પોતાના જ આશ્રમમાં આમરણાંત ભુખહડતાલ ઉપર બેસી ગયા. તેમના સમર્થનમાં અસરગ્રસ્ત ખેડુતો પણ જાેડે આવીને બેસી ગયા. વાત છેક ગવર્નર સુધી પહોંચી. સરકાર ડગી ગઈ, મહેસાણાના અંગ્રેજ કલેક્ટરે આવીને સહુને પારણાં કરાવ્યાં અને બીજે જ મહિનેથી ઉનાવા આશ્રમથી કોબા વાયા રાંધેજા વાવોલ કુડાસણ ડ્રેનેજ યોજના (કાંસ)નું કામ શરૂ થઈ ગયું. આ આશ્રમના ભુતપૂર્વ વિદ્યાર્થી લેખક શ્રી જયવદન પટેલ અને રીઝર્વ બેંકના પ્રથમ ગુજરાતી ગવર્નર શ્રી જી.કે. પટેલને આશ્રમની આ હોનારતમાંથી તેના સ્થાપક શ્રી સોમાલાલ મહેતાએ જીવના જાેખમે બચાવ્યા હતા, એવું લેખક શ્રી દોલત ભટ્ટે તેમના અભ્યાસ લેખમાં નોધયું છે.
…..જિલ્લા માહિતી કચેરી, ગાંધીનગર……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *