રાજકોટ
રાજકોટમાં એક મહિલાએ સાડીની દુકાનમાંથી સાડી ચોરતા ઝ્રઝ્ર્ફ માં કેદ થઈ છે. મહિલાએ નજર ચુકવીને સીફતપૂર્વક સાડીની ચોરી કરીને દુકાનમાંથી બહાર નિકળી જઈ રહી છે. સાડી ચોરતી આ મહિલાઓનો વિડીયો સામે આવ્યો છે અને તે હવે વાયરલ થવા લાગ્યો છે. ઘટના લાખાજી રોડ પરની છે. જ્યા એક દુકાનમાં મહિલા સાડી ખરીદવા ગ્રાહકના રુપમાં આવે છે અને જ્યા દુકાનદારની નજર ચુકવીને તે સાડીને પોતાની પાસે રહેલી એક બેગમાં ભરી દે છે અને બાદમાં તે રફુચક્કર થઈ જાય છે. દુકાનદાર અન્ય ગ્રાહકને સાડી બતાવવામાં વ્યસ્ત હોય છે. એ દરમિયાન જ આ મહિલા નજર ચૂકવતા સાડીને સીધી જ પોતાની બેગમાં સરકાવી દે છે. ઘટનામાં બે મહિલાઓ વિડીયોમાં જાેવા મળી રહી છે. જેમાંથી એક મહિલા છે જે, આ સાડીને ચોરી કરીને આરામથી દરવાજાે ખોલીને દુકાનની બહાર નિકળીને રફુચક્કર થઈ જાય છે. ઘટનાનો વિડીયો હવે વાયરલ થવા લાગ્યો છે. આ પહેલા એક ટામેટા ચોરીનો વિડીયો પણ વાયરલ થવા લાગ્યો છે.


