Gujarat

 જૂનાગઢ માં મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી

નારી વંદન ઉત્સવ પખવાડિયાની ઉજવણી સંદર્ભે આજ રોજ જૂનાગઢ જિલ્લા પંચાયતના સભાખંડમાં મહિલા નેતૃત્વ દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.  જેમાં રાજકીય, સામાજિક જાહેર ક્ષેત્રે અગ્રેસર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા એ અધ્યક્ષીય  ઉદબોધનમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના અનેકવિધ પ્રયાસો – કાર્યક્રમો થકી મહિલાઓની સુરક્ષા અને જાહેર જીવનની ભાગીદારીમાં વધારો થયો છે. ભારતીય પરંપરા મુજબ સદીઓથી મહિલાઓનું સન્માન –  પૂજન કરવામાં આવી રહયુ છે. રાજ્ય સરકાર દ્વારા પણ નારી વંદન ઉત્સવના માધ્યમથી મહિલા શક્તિ પ્રેરિત –  ઉજાગર કરવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે આજે મહિલાઓ રાજકારણ, વિજ્ઞાન, રમત શિક્ષણ જેવા તમામ ક્ષેત્રે ઉચ્ચ સ્થાને પહોંચી છે.કારોબારી સમિતિના ચેરમેન શ્રીમતી કંચનબેન દઢાણીયા એ જણાવ્યું  કે, દરેક સ્ત્રીમાં શક્તિ છુપાયેલી છે. સ્ત્રીઓ આત્મવિશ્વાસ સાથે આગળ વધે એ ખૂબ જરૂરી છે.

ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી. જી. પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, મહિલાઓ વધુ મજબૂત છે. બહેનોને જાહેર જીવનમાં સમોવડી કરવા સ્તુતીય પ્રયાસો સરકાર શ્રી દ્વારા થયા છે. સરકારશ્રીના અનેકવિધ પ્રયાસો થકી આજે સંસદ થી માંડીને વિજ્ઞાન એમ દરેક ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી નોંધપાત્ર રીતે વધી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે આપણે સ્ત્રી પુરુષનો ભેદભાવ ભૂલી દરેકને એક મનુષ્યની નજરે જોવાની જરૂર છે.

સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા એ જણાવ્યું હતું કે, મહિલાઓના ઉત્કર્ષ માટે રાજ્ય સરકારે અનેક પ્રયાસો કર્યા છે. દીકરીઓને ભણાવવા, દીકરા દીકરી એક સમાન ગણવા તેમને કહયુ હતું.

મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી અન્વયે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા, જૂનાગઢ જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રીમતી કંચનબેન દઢાણીયા, જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી શિલ્પાબેન ચુડાસમા, જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી ધર્મિષ્ઠાબેન કામણીનું શીલ્ડ અને સાલથી સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનું સંચાલન દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી(મનપા)એન.જી.વારસુરદહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી(ગ્રામ્ય)આભાર વિધિ આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર ગીતાબેન વણપરિયા એ કર્યુ હતુ.

mahila-netrutva-divas-ujavni-jilla-panchayat-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *