જૂનાગઢમાં નારી વંદન ઉત્સવ અન્વયે તા. ૩ ના રોજ મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી યોજાશે
નારી વંદન ઉત્સવ અંતર્ગત તા. ૩ ના રોજ શ્રી સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ મહિલા કોલેજ આહીર કન્યા છાત્રાલય- જુનાગઢ ખાતે સવારે ૧૦ કલાકે યોજાનાર છે. જેમાં મહિલાઓને અલગ અલગ વિભાગો દ્વારા રોજગાર લક્ષી માહિતી આપવામાં આવશે તથા શ્રમજીવી મહિલાઓને ઈ-શ્રમ કાર્ડનું વિતરણ, ઉદ્યોગ સાહસિક મહિલાઓનું સન્માન, વ્હાલી દીકરી યોજના અંતર્ગત મંજુરી હુકમનું વિતરણ કરવામાં આવશે.
