મહિલા અને બાળ વિકાસ વિભાગ,ગુજરાત સરકાર તથા જિલ્લા વહીવટીતંત્ર,છોટાઉદેપુર દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવ નિમિત્તે
“મહિલા નેતૃત્વ દિવસ” ની ઉજવણી છોટાઉદેપુર જિલ્લા પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલની સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા પ્રોગ્રામ ઓફિસર પારૂલબેન વસાવા,જિલ્લા શિક્ષણ અધિકારી ઇમરાન સોની,શિક્ષણ સમિતિના ચેરમેન ભાવના બેન રાઠવા,મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવુતિનાં ચેરમેન લીલાબેન રાઠવા,જિલ્લા પંચાયતનાં સદસ્ય શર્મિલા બેન રાઠવા
જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સજ્જન બેન રાજપૂત,મમતા બેન પટેલ સહિતની મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના મહાનુભાવોના હસ્તે મહિલાઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


