બોડેલી નગર મા વિજ કંપનીના પોલ ને બદલવાનું અભિયાન હાથ ધરાયું
બોડેલીના મુખ્ય બજારમાં આવેલા રાજમાર્ગો પર જૂના જર્જરીત અને સિમેન્ટ કોન્ક્રીટ ખવાઇ ગયા હોય તેવા વિજ કંપનીના પોલ ને બદલવાનું અભિયાન હાલ ચાલી રહ્યું છે.બોડેલી મધ્યે ધમધમતા ટ્રાફિક વચ્ચે લોખન્ડના આઈ ગર્ડરના પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે. જેને સિમેન્ટ કોન્ક્રીટથી જમીનમાં ફીટ કરી વિજ કંપનીની ડીસ્ટ્રીબ્યુશન લાઈનો માટે કાર્યરત કરાશે તેમ જાણવા મળે છે.
બોડેલીમાં જૂના જમાનાના વિજ કંપનીના થાંભલા જે હવામાનની અસર તેમજ ઓવરલોડ અને રસ્તા પર જતા વાહનો અથડાય જવા જેવા પ્રસંગોને લીધે નુકસાન પામ્યા છે. એવા તમામ થાંભલાઓને સ્થાને નવા લોખંડના આઈ ગરડર અલગ અલગ સ્થાને ઊભા કરવામાં આવી રહ્યા છે. વિજ કંપની દ્વારા લાંબા સમય પછી બોડેલી ગામના લોકોની વેદનાને વાચા આપી નવા પોલ ઉભા કરવાની દિશામાં ઉઠાવતા કદમને ગ્રામજનો બિરદાવી રહ્યા છે.


