Gujarat

લીલીયા મોટા ખાતે વન વિભાગ દ્વારા વિશ્વ સિંહ દિવસની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી 

લીલીયા મોટા ખાતે વિશ્વ સિંહ દિવસ ની પાલીતાણા વાઈલ્ડ લાઇફ ડિવિઝન તળે લીલીયા રેન્જ કચેરીના આર એફ ઓફ ગલાણી ના માર્ગદર્શન તળે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વિજ્ઞાન પ્રવાહ શાળા ખાતે આરએફઓ ગલાણીએ લીલી જંડી આપી રેલી પ્રસ્થાન કરાવેલ આ રેલીમાં વિવિધ શાળાના 3000 જેટલા વિદ્યાર્થીઓ  જોડાયા હતા આ રેલીમાં સ્થાનિક પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી ગીર નેચર ટ્રસ્ટના મનોજભાઈ જોશી એ ગીર બચાવો સિંહ બચાવો ના સુત્રો પોકારી સમગ્ર શહેરીજનોને વિશ્વ સિંહ દિવસનો સંદેશો મોકલ્યો હતો ત્યારબાદ મામલતદાર કચેરી ગ્રાઉન્ડમાં રેલી પહોંચી હતી ત્યાં ઉપસ્થિત વન વિભાગના અધિકારીઓએ પ્રાસંગિક પ્રવચન આપેલ ત્યારબાદ શ્રી અમૃતબા વિદ્યાલય ના પ્રાર્થના ખંડમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ કર્મચારીઓ અને વન વિભાગના કર્મચારીઓએ વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રતિજ્ઞા લીધી હતી. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં આચાર્ય હસમુખભાઈ કરડ ઉપસ્થિત મહાનુભાવનું શાબ્દિક રીતે આવકાર્યા હતા આ તકે આર એફ ઓ ગલાણી એ એશિયા  સિંહ વિશે વિદ્યાર્થીઓને સમજણ પૂરી પાડી હતી આ તકે વિવિધ શાળાના આચાર્ય સ્ટાફ કર્મચારીઓ વન અધિકારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિશ્વ સિંહ દિવસની શાનદાર રીતે ઉજવણી કરી હતી તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230810-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *