ઊના – તાજેતરમાં સૌરાષ્ટ્રમાં થયેલ ભારે વરસાદનાં કારણે વિવિધ ઊભા પાકોને વ્યાપક નુકસાન થવા ઉપરાંત નિષ્ફળ જવાની ભીતિ
સેવાઈ રહી છે. ત્યારે ઊનાના આમોદ્રા ગામમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થયેલ હોય સરકાર દ્રારા નુકસાન થયેલ પાકનો સર્વ કરી
વળતર ચુકવવા ગ્રામ પંચાયત સહીત ખેડૂતોએ મામલતદારને લેખિત રજુઆત માંગ કરી હતી.
ઊના પંથકમાં ચોમાસામાં જરૂરીયાત કરતા વધારે વરસાદ પડવાને લીધે તાલુકાના આમોદ્રા ગામમાં ખેડૂતોના વિવિધ પાકો જેવા કે
મગફળી, કપાસ, બાજરી, સોયાબીન સહિતના ઊભા પાકોને હોય તેમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાથી પાક નિષ્ફળ ગયેલ હોય
જેથી સરકાર દ્રારા તાત્કાલીક સર્વે કરી પાક નુકસાની થયેલ તેનું વળતર સહાય ચુકવવામાં આવે તેવી માંગ ગ્રા.પં.નાં સરપંચ પ્રિયંકાબેન
મોરીએ ખેડૂતોના મહામુલા પાકોનો સર્વે કરી વળતર આપવા કૃષિમંત્રી રાઘવજી પટેલ, ધારાસભ્ય કે.સી.રાઠોડને લેખિત રજુઆત કરતું
આવેદન પત્ર ઉપસરપંચ ભાવેશ હિરપરા, સદસ્ય બાલુભાઈ સોલંકી અને અગ્રણી કિરણ મોરી સહીતના લોકોએ મામલતદારને
પાઠવેલ છે.
