*પ્રથમ દિવસે ધીમીધારે વરસાદ*
હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ માટે સમગ્ર ગુજરાત મા વરસાદ ની આગઈ કરાઈ છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદની આગાહી છે. અગાઉ બિપરજોય વાવાઝોડા માં સમગ્ર ગુજરાતમાં ભારી પવન અને ધમાકેદાર વરસાદ થતાં કેટલાક વિસ્તારોમાં નુકસાન પણ સર્જાયું હતું. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે પાંચ દિવસ માટે વરસાદની આગાહી કરાઈ છે.
બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા 24 જૂન થી લઈ 28 જૂન સુધી પાંચ દિવસ માટે વરસાદની આગાહી કરાઇ છે. ત્યારે આગાહી ને લઈ વાજગીજ સાથે ભારી વરસાદ પણ વરસી શકે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આવેલા દાંતા તાલુકા મા આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. યાત્રાધામ અંબાજી મા હાલ ધીમેધારે વરસાદની શરૂઆત થઈ છે .આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાઈ ને લઈ દાંતા તાલુકામાં વસવાટ કરતા લોકો પર ફરી એકવાર સાચવતી રાખવાની ફરજ પડી છે. આજે રવિવાર ના દિવસે યાત્રાધામ અંબાજીમાં મોટી સંખ્યામાં યાત્રાળુ માં જગતજનની અંબાના દર્શન કરવા આવતા હોય છે ત્યારે આજે ભક્તો વરસાદ વચ્ચે માના દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*