Gujarat

આઈકોનિક સ્થળ પર યોગ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જુદી ભાત પાડે છે

આઈકોનિક સ્થળ પર યોગ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જુદી ભાત પાડે છે. જેથી યોગ માટેની જાગૃતતામાં વધારો થવાની સાથે યોગ અપનાવવા માટેનો સંદેશ પણ લોકો સુધી પ્રભાવી રીતે પહોંચે છે.

     જૂનાગઢ શહેર તો તેની ઐતિહાસિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વિરાસત માટે જાણીતું છે, ત્યારે વિશ્વ યોગ દિવસે ગિરનાર હિલ પર અંબાજી ખાતે, દામોદર કુંડ, વિલિંગ્ડન ડેમ અને ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતે યોગસાધકો, વિદ્યાર્થીઓ, યુવાઓ સહિત સૌ કોઈએ ઉત્સાહ સાથે યોગ કર્યો હતો અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા.

   જૂનાગઢ જિલ્લામાં જેલ, આરોગ્ય કેન્દ્રો, પોલીસ સ્ટેશન, ખાનગી-સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ યોગના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેમાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *